શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (15:06 IST)

11 બજેટમાં પહેલીવાર, બંપર ઉછળ્યુ શેયર બજાર, સેંસેક્સે લગાવી 2091 અંકોની છલાંગ, નિફ્ટી 582 અંક ઉપર

11 વર્ષમાં પહેલીવાર બજેટના દિવસે શેયર બજારમાં બંપર ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે અઢી વાગ્યા સુધી સેંસેક્સ 2129 અંકની છલાંગ લગાવીને 48415ના સ્તર પર પહોંચી  ગયો હતો. બીજે એબાજુ નિફ્ટી 606 અંકની લાંબી છલાંગ સાથે 14,240.60 ના સ્તર પર પહોચી ગયો છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષમાં પ્રણવ મુખર્જીએથી લઈને નિર્મલા સીતારમણ સુધી નાણાકીય મંત્રી ગમે તે રહ્યો હોય બજેટના દિવસે શેયર બજારનુ રિએક્શન ક્યારેક ઠંડુ તો ક્યારેક બેહોશીવાળુ રહ્યુ છે. બજેટના દિવસે છેલ્લા 10 વર્ષમાં ફક્ત 3 વાર જ સેસેક્સમાં વધારો જોવા મળ્યો છે અને સાત વાર બજારને નિરાશા હાથ લાગી છે. 
 
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણના સમયે બંનેવાર બજાર પડી ભાગ્યુ  છે. અંતરિમ બજેટના સમયે 5 જુલાઈ 2019ના રોજ સેંસેક્સ 395 અંક તૂટ્યુ હતો તો બીજી બાજુ 1 ફેબ્રુઆરી 2020ના રોજ સામાન્ય બજેટના દિવસે સેંસેક્સ 900 અંક પડી ભાગ્યુ હતુ. બીજી બાજુ 2010થી લઈને 2012 સુધી પ્રણવ મુખર્જીના સમયે બજેટના દિવસે સેસેક્સ બે વાર પડી ભાગ્યુ છે. બીજી બાજુ 1 ફેબ્રુઆરી 2020ના રોજ સામાન્ય બજેટ રજુ થયુ હતુ અને સેંસેક્સ 291 અંક પડી ભાગ્યુ હતુ. બીજી બાજુ અરુણ જેટલીએ 2014 થી 2018 સુધી કુલ 5 બજેટ રજુ કર્યા અને આ દરમિયાન બે વાર બજારમાં તેજી જોવા મળી હતી. 
 
 
છેલ્લા 10 વર્ષમાં બજેટના દિવસે સેંસેક્સનો હાલ 
 
 
તારીખ વર્ષ નાણાપ્રધાન તેજી/ઘટાડો
26 ફેબ્રુઆરી 2010 પ્રણબ મુખર્જી    -175
28 ફેબ્રુઆરી 2011 પ્રણબ મુખર્જી 123
16 ફેબ્રુઆરી 2012 પ્રણબ મુખર્જી -220
28 ફેબ્રુઆરી 2013 પી.ચિદમ્બરમ -291
10 ફેબ્રુઆરી 2014 અરુણ જેટલી      -72
28 ફેબ્રુઆરી 2015 અરુણ જેટલી 141
29 ફેબ્રુઆરી 2016 અરુણ જેટલી -52
01 ફેબ્રુઆરી 2017 અરુણ જેટલી 476
01 ફેબ્રુઆરી 2018 અરુણ જેટલી -59
05ફેબ્રુઆરી 2019 સીતારમણ -395
01 फरवरी 2020 સીતારમણ -900
स्रोत: BSE
 
બજેટના દિવસે છેલ્લા 10 વર્ષમાં ગયા વર્ષે સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે આમાન્ય બજેટ 20-21થી રોકાણકારો એટલા નિરાશ થયા કે મુબઈ શેયર બજારનો સેંસેક્સ 988 અંક તૂટીને 40000 અંકના સ્તરની નીચે આવી ગયો અને એનએસઈ નિફ્ટી 276.85 તૂટીને  11,685.25 અંક પર બંધ થયો.