શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (18:04 IST)

UP Election Result 2022: બીજેપીની જીતથી ગદગદ થઈ અપર્ણા યાદવ, જાણો શુ બોલી મુલાયમની નાની વહુ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ એખિલેશ યાદવની આગેવાનીવાળી સમાજવાદી પાર્ટી (સપા)ને સીધા મુકાબલામાં જોરદાર હાર આપી છે. ભારતીય જનતા પાર્ટી 262 સીટો પર જીત/બઢત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. જ્યારે કે સમાજવાદી પાર્ટી 135 સીટો પર સમેટાઈ રહેલી જોવા મલી રહી છે. બીજેપીની આ જીત પર મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ અને તાજેતરમાં બીજેપીમાં આવેલી અપર્ણા યાદવ ગદગદ છે. 
અપર્ણા યાદવે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને રામ રાજ્ય આવવાની આશા બતાવી. અપર્ણા યાદવે ટ્વીટ કર્યુ. બાબાને સજવા જઈ રહ્યો છે ફરીથી તાજ, આવશે રામ રાજ્ય.. જય શ્રી રામ. અપર્ણા યાદવ ચૂંટણી દરમિયાન સપા છોડીને ભાજપામાં સામેલ થઈ. અપર્ણા સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીની ત્યારથી જ ફેન હતી જ્યારથી તે સપામાં હતી. 
 
અપર્ણા યાદવને ભાજપાએ કોઈ સીટ પરથી ટિકિટ નથી આપી. તેણે પ્રચાર અભિયાનની જવાબદારી આપવામાં આવી હતી. અપર્ણા યાદવે યૂપીના અનેક જીલ્લામાં ડઝનો સભાઓ કરી અને પાર્ટી માટે પ્રચારમાં વ્યસ્ત રહી. અપર્ણા યાદવ સીએમ યોગી આદિત્યનાથને પોતાનો ભાઈ બતાવે છે. અપર્ણાનુ ભાજપામાં આવવુ એ અખિલેશ માટે મોટો ઝટકો સમાન હતુ.