ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (17:52 IST)

કોરોનાના કારણે આ વર્ષે નહી યોજાય રૂપાલની પલ્લી, આવતીકાલથી રૂપાલમાં પ્રવેશબંધી

ગાંધીનગરના રૂપાલમાં દર નવરાત્રિના નવમા નોરતે યોજાતી મા વરદાયિનીની પલ્લી મુદ્દે મહત્વના સમાચાર છે. વિશ્વ વિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લી મેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો છે. નોંધનીય છે કે આ પલ્લીમાં લાખો શ્રદ્દાળુઓ ભાગ લે છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી છે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આ વર્ષે પલ્લી નહિ યોજાય તથા પલ્લીને લઈને રૂપાલ ગામમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રૂપાલ ગામમાં કોઇને પણ પ્રવેશ નહિ અપાય. ગ્રામજનોને પણ ગામની બહાર નહિ નીકળવાનો રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા આદેશ કરાયો છે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ગામમાં તમામ વસ્તુઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. 
 
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંબાજીની મુલાકાતે હતા. ત્યારે તેઓએ નિવેદન આપ્યું કે, આ વર્ષે રૂપાલની પલ્લી નહિ યોજાય. જોકે, તે સિવાય તેઓએ બીજી કોઈ સ્પષ્ટતા કરી નથી. 
 
તો બીજી તરફ, ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.