શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:52 IST)

Jan Dhan Account: જનધન એકાઉંટ ખોલાવ્યુ છે કે ખોલાવવા માંગો છો તો જાણી લો સંપૂર્ણ માહિતિ, થશે મોટો ફાયદો

કેવી રીતે ખોલાવવુ જન ધન ખાતુ

Pm Jan Dhan Yojana: કેન્દ્ર સરકાર (Central Government)ની તરફથી જનધન ખાતા  (JanDhan Account)ની  સુવિદ્યા ગ્રાહકોને આપવામાં આવે છે. આ બેંક ખાતામાં સરકાર તરફથી અનેક ખાસ સુવિદ્યાઓ આપવામાં આવે છે. જો તમે પણ આ ખાતુ ખોલાવી રાખ્યુ છે કે પછી ખાતુ ખોલાવવાનો પ્લાન કરી રહ્યો છો તો નાણાકીય મંત્રાલય (Finance Ministry) એ આ એકાઉંટ વિશે એક જરૂરી માહિતી આપી છે. આવો જાણો શુ છે એ ખાસ માહિતી 
 
1.5 લાખ કરોડની પાર પહોંચી ખાતાની જમારાશિ 
 
જનધન યોજના હેઠળ ખોલવામા આવેલા બેંક ખાતાની જમા રાશિનો આંકડો 1. 5 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. સરકારે આ યોજના સાઢા સાત વર્ષ પહેલા શરૂ કરી હતી. નાણાકીય મંત્રાલયના તાજા આંકડા મુજબ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)ના હેઠળ ખાતાની સંખ્યા 44.23 કરોડ પર પહોંચી ચુકી છે. આ ખતામાં જમા રાશિના 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. 
 
2014માં શરૂ કરવામાં આવી હતી આ યોજના 
 
નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપતી આ યોજનાએ ગયા વર્ષે ઓગસ્ટમાં અમલીકરણના સાત વર્ષ પૂર્ણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
 
જાણો કયા બેંકમાં છે કેટલા ખાતા 
 
નાણાકીય મંત્રાલયના આંકડા મુજબ કુલ  44.23 કરોડ જનધન ખાતામાંથી 34.9 કરોડ ખાતા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં અને 8.05 કરોડ ખાતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોમાં છે. આ ઉપરાંત બાકીના 1.28 કરોડ ખાતા પ્રાઈવેટ સેક્ટરની બેંકમાં ઓપન કરવામાં આવ્યા છે. 
 
આ યોજનાના આધારે દેશના ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રિય બેંકોમાં ખોલી શકાય છે. PMJD અનુસાર ખોલાયેલા ખાતામાં ગ્રાહકોને 11 લાભ મળે છે. જાણો આ યોજનામાં તમને અનેક સુવિધાઓ મળે છે. કઈ રીતે કયા ડોક્યૂમેન્ટ્સ સાથે ખોલી શકાશે એકાઉન્ટ. સાથે ધ્યાન આપનારી વાત એ છે કે આ એકાઉન્ટની સાથે સુવિધાઓનો લાભ તેમને મળશે જેનું ખાતું આધાર સાથે લિંક હશે.
 
કઈ રીતે ખોલાશે એકાઉન્ટ્સ 
 
જો તમે નવું જનધન ખાતું ખોલવા ઈચ્છો છો તો તમે નજીકની બેંકમાં જઈને સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, ફોનનંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય અને રોજગાર સાથે આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ, ગામનો કોડ અને શહેરનો કોડ જાહેર કરવાનો રહેશે.
 
PMJD ખાતુ ખોલવા જોઈશે આ ડોક્યૂમેન્ટ્સ
 
આધારકાર્ડ
પાસપોર્ટ
ડ્રાઈવિંગ લાયસન્સ
પાન કાર્ડ
ઈલેક્શન કાર્ડ
NREGA જોબ કાર્ડ
ઓથોરિટીનો લેટર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર હોય
ગેઝેટેડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલો ફોટો વાળો એટેસ્ટેડ લેટર
 
આ છે જનધન એકાઉન્ટના ફાયદા
 
- 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા.
- 2 લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર.
- 30000 રૂપિયા સુધી લાઈફ કવર જે લાભાર્થીના મોત પર યોગ્યતાની શરતો પૂરી થવા પર મળે છે. 
- ડિપોઝિટ પર વ્યાજ મળે છે.
- ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા અપાય છે.
- જનધન ખાતુ ખોલનારાને રૂપે ડેબિટ કાર્ડ અપાય છે જેનાથી તેઓ રૂપિયા વિડ્રો કરી શકે છે અથવા ખરીદી પણ કરી શકે છે.
- જનધન ખાતાની મદદથી વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું સરળ છે.
- જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતુ ખોલી શકાશે. 
- દેશભરમાં રૂપિયા ટ્રાન્સફરની સુવિધા મળશે. 
- સરકારી યોજનાનો ફાયદો સીધા ખાતામાં મળશે. 
 
રજુ કરવામાં આવે છે રૂપે કાર્ડ 
 
આ ઉપરાંત પીએમજેડીવાયના 3 1.28 કરોડ લાભાર્થીઓને રૂપે કાર્ડ રજુ કરવામાં આવ્યુ છે. અહી ઉલ્લેખનીય છે કે સમય સાથે રૂપે કાર્ડની સંખ્યા અને તેનો ઉપયોગ વધ્યો છે. આ યોજનાના પહેલા વર્ષમાં 17.90 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા. કોઈ ખાતાધારક દ્વારા કરવામાં આવેલ લેવડ દેવડના આધાર પર જન ધન ખાતામાં બાકી કે બેલેંસ રોજના આધાર પર બદલી શકે છે. કોઈ દિવસે ખતામાં બેલેંસ શૂન્ય પર પણ આવી શકે છે. 
 
24.61 કરોડ મહિલાઓના ખાતા છે
સરકારે ગયા મહિને સંસદને જાણ કરી હતી કે 8 ડિસેમ્બર, 2021 સુધીમાં, જનધન ખાતામાં શૂન્ય અથવા બેલેન્સ ધરાવતા ખાતાઓની સંખ્યા 3.65 કરોડ હતી. આ કુલ જનધન ખાતાના 8.3% છે. ડેટા અનુસાર, 29.54 કરોડ જન ધન ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી બેંક શાખાઓમાં છે. 29 ડિસેમ્બર, 2021 સુધીમાં, કુલ જનધન ખાતાધારકોમાંથી 24.61 કરોડ મહિલાઓ હતી.