રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated: શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (12:34 IST)

Indian Railway: હવે મુસાફરો ટ્રેનમાં ટેન્શન વગર સૂઈ શકશે, સ્ટેશન મિસ નહીં થાય; રેલવેએ ખાસ સેવા શરૂ કરી

Station Alert Wakeup Alarm service: જો ટ્રેનમાં તમને ઉંઘ આવી જાય છે આ કારણે તમારુ સ્ટેશન છૂટી જાય છે તો તમારા માટે શુભ સમાચાર છે. રેલ્વેએ એક ખાસ સેવા શરૂ કરી છે તેનાથી તમારું સ્ટેશન આવવાથી 20 મિનિટ પહેલા જ રેલ્વે તમને  ઊંઘમાંથી જગાડશે.
 
સૂતા સમયે નહી છૂટશે સ્ટેશન 
જણાવીએ કે રેલ્વેએ આ ખાસ સર્વિસનો નામ છે 'ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ'. ઘણી વાર ટ્રેનમાં લોકોને ઉંઘ આવી જાય છે અને આ ચક્કરમાં તેમનો સ્ટેશન છૂટી જાય છે. આ પરેશાનીને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરાઈ છે. સામાન્ય રીતે આવુ રાત્રિના સમયમાં હોય છે. રેલ્વેએ આ સુવિધાને 139 નંબરથી પૂછપરછ સેવા શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો 139 નંબરના ઈંક્વાયરી સિસ્ટમ પર અલર્ટની સુવિધા માંગી શકે છે. 
 
સ્ટેશન આવવાના 20 મિનિટ પહેલા આવી જશે અલર્ટ 
આ સેવાનો ફાયદો ટ્રેનમાં કોઈ પણ મુસાફર લઈ શકે છે. આ સુવિધાને રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી મળશે. રેલ્વેની તરફથી તેના માટે 3 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જો તમે આ સર્વિસને લો છો તો તમારા સ્ટેશનથી 20 મિનિટ પહેલા ફોન પર અલર્ટ મોકલાશે. જેથી તમે સામાન વગેરે સાચવી લો અને સ્ટેશન આવતા પર ઉતરી શકો. 
 
આ રીતે શરૂ કરી શકો છો/ 
- 'ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ' સેવા શરૂ કરવા માટે યાત્રીઓને IRCTCની હેલ્પલાઈન 139 પર કૉલ કરવુ પડશે. 
- કૉલ રિસીવ થતા તમારી ભાષાની પસંદગી કરવી પડશે. 
- ડેસ્ટીનેશન અલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવવુ પડશે. 
આ પછી, યાત્રી પાસેથી 10-અંકનો PNR નંબર પૂછવામાં આવશે.
PNR દાખલ કર્યા પછી, તમારે પુષ્ટિ કરવા માટે 1 ડાયલ કરવો પડશે.
આ પ્રક્રિયા પછી, સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરશે અને વેકઅપ એલર્ટ ફીડ કરશે.
તેનો કન્ફર્મેશન એસએમએસ પેસેન્જરના મોબાઈલ પર પ્રાપ્ત થશે.