શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (11:14 IST)

અમદાવાદમાં કામ કરનાર મજૂરની પુત્રીના એકાઉન્ટમાં ટ્રાંસફર થયા 10 કરોડ રૂપિયા

અમદાવાદમાં કામ કરનાર એક મજૂરને તે સમયે આંચકો લાગ્યો જ્યારે તેની પુત્રીએ તેને જણાવ્યું કે તેના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા થઇ ગયા છે. તે વ્યક્તિ યૂપીનો રહેવાસી છે પરંતુ અમદાવાદની એક ગેરેજમાં કામ કરે છે અને પોતાના પરિવારને પૈસા મોકલે છે. 
 
બલિયામાં સાઇબર ક્રાઇમનો આ કેસ સામે આવ્યો છે. અહીં સાધારણ પરિવારની છોકરીના ખાતામાં કોઇએ લગભગ દસ કરોડ રૂપિયાની રકમ ટ્રાંસફર કરી દીધી. જ્યારે છોકરીને જાણકારી મળી તો તેના માટે પરેશાની ઉભી થઇ ગઇ. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ એકાઉન્ટ ફ્રીજ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. 
 
9 કરોડ 99 લાખ ટ્રાંસફર કર્યા
કહેવામાં આવી રહ્યું છે કે રૂકુનપુરા ગામના નિવાસી સરોજનું અલ્હાબાદ બેંકના બાંસહીહ બ્રાંચમાં એકાઉન્ટ છે. તેના ખાતામાં કોઇએ 9 કરોડ 99 લાખ રૂપિયા કહ્યા વિના ટ્રાંસફર કરી દીધા. સાધારણ પરિવારની સરોજના ખાતામાં આટલી મોટી રકમની જાણકારી થતાં તેના હોશ ઉડી ગયા. કેસની જાણકારી થતાં થતાં જ પરિવાજનોએ લેખિત ફરિયાદ પર પોલીસ વિચારણા કરી દોષીઓની શોધખોળ શરૂ કરી રહી છે. 
 
સરોજ ઇલાહાબાદ બેંકની બાંસડીહ શાખામાં 2018માં ખોલાવવામાં આવેલા પોતાના ખાતાની પાસબુક અપડેટ કરી પ્રિંટ કરાવવા સોમવારે બ્રાંચ પહોંચી અહીં તેમને જાણકારી મળી કે કોઇએ તેમના ખાતામાં પૈસા ટ્રાંસફર કર્યા છે. આગળની જાણકારી લેતાં ખબર પડી કે લગભગ 10 કરૉડની રકમ તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવી છે. 
 
ફરિયાદમાં સરોજે લખ્યું છે કે બે વર્ષ પહેલાં તેમને કોઇ નીલેશ નામના વ્યક્તિનાએ ફોન કરી આધાર અને કેટલાક અન્ય ડોક્યુમેન્ટ પોસ્ટ દ્વારા મોકલવા માટે કહ્યું હતું બદલામાં તેમને વાયદો કર્યો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવશે. આ દરમિયાન તેને પોસ્ટ ઓફિસ દ્વારા એટીએમ પણ મળ્યું હતું, જેને નીલેશ પાસે તેના કહ્યા મુજબ મોકલ્યું હતું. 
 
બેંક તરફથી આપવામાં આવેલી પ્રાથમિક જાણકારીમાં તેના ખાતામાં મલ્ટિપલ ટ્રાંસફરની વાત કહેવામાં આવી રહી છે. તો બીજી તરફ નીલેશ કુમારનો સરોજ પાસે ઉપલબ્ધ મોબાઇલ નંબર સ્વિચ ઓફ છે. સરોજ ભણેલી ગણેલી છે. સરોજના પિતા અમદાવાદની ગેરેજમાં નોકરી કરી પરિવારન ભરણ-પોષણ માટે પૈસા મોકલે છે.