1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (13:28 IST)

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામં ન હોવી જોઈએ આ વસ્તુઓ..નહી તો આવશે દરિદ્રતા

રસોડુ ઘરનો એ ભાગ હોય છે જ્યા આખા ઘરની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સાથે જોડાયેલા રહેનારુ સ્થાન હોય છે.  વાસ્તુમાં પણ રસોડાનુ સ્થાન, દિશા અને ત્યા હાજર રહેનારી દરેક વસ્તુ વિશે વિસ્તારથી બતાવ્યુ છે.  રસોડામાં વાસ્તુદોષ હોવાથી ઘર પર હંમેશા અશુભ છાયા બની રહે ક હ્હે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામાં ક્યા કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ. 
 
- રસોડામાં ભૂલથી પણ મંદિર ન બનાવવુ જોઈએ. જે ઘરના રસોડામાં મંદિર હોય છે ત્યા હંમેશા તનાવ કાયમ રહે છે. 
- રસોડુ અને બાથરૂમ એક લાઈનમાં હોવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર નકારાત્મકતા  ઉભી થાય છે. જેને કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝગડો થતો રહે છે. 
- ઘરના મુખ્ય દરવાજાના ઠીક સામે રસોડુ ન હોવુ જોઈએ. વાસ્તુશાસ્રમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- ક્યારેય પણ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ ન કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- ઘરેથી વાસ્તુ દોષને દૂર કરવા માટે હંમેશા ભોજનનો પ્રથમ ભાગ ભગવાન અને ગાયને સમર્પિત કરવો જોઈએ. આવુ કરવાથી વાસ્તુ દોષમા કમી આવે છે.