ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 19 માર્ચ 2022 (15:33 IST)

રાત્રે સૂતી વખતે માથા પાસે ન મુકશો આ વસ્તુઓ

બેડરૂમનુ  જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે. 
 
બારમા ભાવથી માણસની દૂર ક્ષેત્રની યાત્રાઓ અને વિદેશથી કમાણીની પણ ખબર પડી શકે છે. રાત્રે સૂતા સમયે કેટલીક વસ્તુઓ માથાની પાસે મૂકવાથી માણસના આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક અસર પડે છે. આવો જાણી કયાં કારણ બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ નહી મૂકવી જોઈએ. 
 
 - પાણીને માથા પાસે મૂકી સૂવાથી ચંદ્રમા પીડિત હોય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ હોય છે. 
 -  માથા પાસે પર્સ મૂકીને સૂવાથી બિનજરૂરી ખર્ચા વધે છે. 
 -  સોના અને ચાંદીના દાગીના માથા પાસે મૂકીને ન સોવું. તેનાથી ભાગ્ય નબળું હોય છે. 
 - લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી મૂકવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
- પગરખા કે જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે. 
-  નેલ કટર, બ્લેડ અને કાતર વગેરે માથા પસે મૂકીને ન સોવું તેનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ હોય છે.