મંગળવાર, 5 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (11:02 IST)

વાસ્તુ ટિપ્સ - તમારા ઘરનુ વાતાવરણ બદલી નાખશે આ નાનકડો ઉપાય

નિયમિત રૂપથી સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘર અને વેપાર સ્થાનમાં સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ હાનિકારક સૂક્ષ્મ કીટાણુ પણ નાશ પામે છે. દીવો અંધકારને મટાડીને પ્રકાશ ફેલાવે છે.  આ જ કારણે ઘરમાં સદૈવ પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રહે છે.  વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ નાનકડા ઉપાયથી તમારા ઘરનુ વાતાવરણ બદલાય શકે છે. 
 
ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ત્રણ વાટ (ત્રણ બત્તી) વાળો દીવો, મા લક્ષ્મીની કૃપા માટે સાતમુખી દીવો,  વેપારમાં આર્થિક લાભ મેળવવા માટે શુદ્ધ દેશી ગાયના ઘી નો દીવો અને શત્રુઓ અને વિરોધીઓના દમન માટે ભૈરવજી સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લાભ થશે.  સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે  મહુવાના તેલનો દીવો પ્રગટાવવાથી અલ્પાયુ યોગ પણ નષ્ટ થઈ જાય છે.