સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:26 IST)

Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ

ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. જ્યાં શ્રીગણેશના દરરોજ પૂજન અર્ચન હોય છે ત્યાં રિદ્દી-સિદ્દી અને શુભ -લાભના વાસ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ભગવાન શ્રીગણેશને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભગવાન શ્રીગણેશ વાસ્તુદોષને દૂર કરે છે. 
જે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની ફોટા હોય છે ત્યાં રહેનારાઓની દિવસોદિવસ ઉન્નતિ થાય છે. કેરી, પીપળ અને લીમડાથી બનેલી શ્રીગણેશની મૂર્તિ ઘરેના મુખ્ય બારણા પર લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરના મુખ્યદ્વાર પર ભગવાન ગણેશની ફોટા લગાવી જોઈએ. તેની આસપાસ સિંદૂરથી 
તેમની બન્ને પત્નીઓના નામ રિદ્દિ સિદ્દી લખવાની પરંપરા છે. 
 
ઘરમાં પૂજા માટે ભગવાન શ્રીગણેશની શયન કે બેસેલી મુદ્રામાં મૂર્તિ શુભ ગણાય છે. કાર્યસ્થળ પર ઉભેલી મુદ્રામાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાડો. તેનાથી સ્ફૂર્તિ અને ઉમંગ બની રહે છે. ધ્યાન રાખો કે ઉભેલા શ્રીગણેશજીના બન્ને પગ જમીનને સ્પર્શ કરતા હોય. તેનાથી કાર્યમાં સ્થિરતા આવે છે. ઘરમાં ભગવાન શ્રીગણેશના ફોટા લગાવતા સમયે ધ્યાન રાખવું કે ચિત્રમાં મોદક કે લાડુ અને ઉંદર જરૂર હોવું જોઈએ. ઘરમાં ભગવાન શ્રીગણેશની વધારે ફોટાકે મૂર્તિ નહી હોવી જોઈએ.