શનિવાર, 30 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (14:30 IST)

જો ઘરના આ ભાગમાં હોય રસોડુ તો આગ લાગવાની શક્યતા વધુ રહે છે

ઘરનો મહત્વનો ભાગ છે રસોડુ. જ્યા સ્ત્રીઓનો મોટાભાગનો સમય વીતે છે. દરેક સ્ત્રી આ સ્થાનની રાણી હોય છે. ઘરમાં ક્યા પકવાન બનવાથી લઈને રસોઈની સાજ સજ્જા સુધી બધુ જ ફિમેલ ડિસાઈડ કરે છે. આ મામલે પુરૂષોનો હસ્તક્ષેપ નથી હોતો. જો મહિલાઓ વાસ્તુ મુજબ રસોડામાં સામાનને સજાવે તો ઘણી બધી સમસ્યાઓ અને નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.  સારુ સ્વાસ્થ્ય, સંબંધો અને ધન લાભ માટે ફોલો કરો આ રૂલ્સ 
 
રસોડામં સામાન મુકવા માટે રૈક વગેરે આમ તો દિવાલની ચારે બાજુ બનાવી શકાય છે. પણ તેને દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર બનાવવુ ઉત્તમ હોય છે. ફક્ત પૂર્વી અને ઉત્તરી દિવાલો પર જ રૈક ન બનાવવો જોઈએ.  આ જ રીતે ઉત્તર પશ્ચિમની તરફ વાસણ વગેરે મુકવાની તિજોરી બનાવી શકાય છે. સ્લેબ કે ગૈસની ઉપર ખાસ કરીને ચુલાની ઉપર કોકી રૈક કે અલમારી ન બનાવવી જોઈએ.  
 
રસોઈઘરમાં જ જો ફ્રીજ મુક્યુ હોય તો તેને અગ્નિખૂણા, દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ કે વાયવ્ય ખૂણામાં જ સ્થાપિત કરવુ જોઈએ.   ઈશાન અને નેઋત્યમાં તેને ક્યારેય પણ ન મુકવુ જોઈએ.  નહી તો તે ખરાબ થતા રહેશે. 
 
માઈક્રોવેવ ઓવન, મિક્સર વગેરેને દક્ષિણ અને અગ્નિ ખૂણા વચ્ચે મુકવુ જોઈએ. નહી તો ઘરમાં આગ લાગવાનો ખતરો બન્યો રહે છે. 
 
સિલબટ્ટો, મૂસળ, ઝાડુ અને આ જ પ્રકારના અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓને નૈઋત્ય ખૂણામાં મુકવા જોઈએ. પણ ભૂલથી પણ તેને ઈશાન ખૂણામાં ન મુકવા જોઈએ.  આ જ રીતે ઓખલી, ચક્કી વગેરે વસ્તુઓને નૈઋત્ય ખૂણા કે દક્ષિણ દિશામાં મુકવા જોઈએ. 
 
ઉત્તર પશ્ચિમ તરફ કે નૈઋત્ય ખૂણામાં રસોડાનો નાનકડો સ્ટોર રૂમ કે ભંડાર ગૃહ બનાવી શકાય છે. અન્ન વગેરેના ભરેલા ડબ્બા ઉત્તર પશ્ચિમ અર્થાત વાયવ્ય ખૂણામાં મુકવથી ઘરમાં ક્યારેય અભાવ નથી રહેતો. 
 
રસોઈઘરની આ દિશામાં ખાલી ડબ્બા  ક્યારેય ન મુકવા જોઈએ. તેમા કંઈક ને કંઈક બે ચાર દાણા જરૂર મુકી રાખો. તેનાથી ઘરમાં અન્ન વગેરેની કમી નહી આવે. 
 
દૂધ, દહી, ઘી તેલ વગેરે તરલ પદાર્થને હંમેશા ઉત્તર પૂર્વમાં જ મુકવા જોઈએ.  જો શક્ય હોય તો રસોડા પાસે નાનકડો રૂમ બનાવેને તેમા વધારોનો ભંડાર કરી લેવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓને રસોડામાં ન મુકવામાં આવે તો સારુ રહે છે.