ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 20 માર્ચ 2018 (11:24 IST)

વાસ્તુ કહે છે ભેટમાં ન લો તુલસીનો છોડ, નહી તો...

ભેટ લેવી અને આપવી આ પ્રથા ભારતમાં પ્રાચીનકાળથી ચાલતી આવી રહી છે. તેને એકબીજા પ્રત્યે સ્નેહ અને પ્રગાઢતા દર્શાવવાનુ એક સશક્ત માધ્યમ પણ માનવામાં આવે છે. પણ અનેકવાર ભેટ આપનારા નકારાત્મક ઉર્જા તમારે માટે ખરાબ અનુભવનુ કારણ પણ હોઈ શકે છે. આ જ કારણ છેકે વાસ્તુ વિજ્ઞાન ભેટમાં મળનારી કેટલીક વસ્તુઓનો નિષેદ કરે છે. આમાથી જ એક છે તુલસીનો છે. લોકો તેને પૂજનીય છોડ માનીને સહર્ષ સ્વીકાર પણ કરે છે પણ આવુ કરવુ તમારે માટે નકારાત્મક પ્રભાવવાળુ બની શકે છે. 
 
વાસ્તુ વિજ્ઞાનીઓએ તુલસીનો છોડ ભેટમાં ન લેવાની સાથે જ અનેક અન્ય નિષેદ કે ઉપાય પણ બતાવ્યા છે.  જે અમે અહી અમે તમને બતાવી રહ્યા છીએ. 
- તાંબા અને લોખંડની વીંટી એક સાથે ક્યારેય ન પહેરશો 
- ઘરના બધા લોકો એકસાથે બહાર ન નીકળો. 
- ઘરે ખાલી હાથ પરત ન ફરો 
- પૂજાના દિવામાં રોજ બે લવિંગ નાખીને જ પ્રગટાવો 
- પૂજા પછી ઘંટ અને શંખ જરૂર વગાડો. 
- નકારાત્મક ઉર્જાને દૂર કરવા વાસ્તુ દોષના પ્રભાવને ઓછુ કરવા અને આર્થિક ઉન્નતિ માટે, એક નાનકડો તુલસીનો છોડ તમારા હાથથી લગાવો. 
- પક્ષીયોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરો. 
- ઘરના બધા કાચ હંમેશા ઢાંકીને મુકો. 
- બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. 
- સૂતી વખતે મસ્તક દક્ષિણ કે પૂર્વની દિશામાં મુકો. 
- ઘરની ગૃહિની સ્નાન વગેરે પછી જ રસોડામાં પ્રવેશ કરે. 
- ગૃહિની સવાર સવારે ઉઠીને મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો. 
- ભોજન હંમેશા પૂર્વ દિશા તરફ બેસીને જ કરો. 
- સાવરણી હંમેશા દરવાજા પાછળ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુકો 
- ઘરમાં તૂટેલી-ફૂટેલી વસ્તુઓ કે પછી કોઈપણ પ્રકારનો ભંગારનો સામાન ન મુકો. 
- શુક્રવારે ખીર જરૂર ખાવ.