રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (13:02 IST)

CM ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે બેઠક યોજી, ગુજરાતમાં રોકાણની તકો પર ચર્ચાઓ કરી

vibrant summit
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લો
vibrant summit
બલ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝ હોર્તાએ પણ ગુજરાતની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યુ હતું. ત્યાર બાદ સુઝુકી મોટર્સના વડા તોશીહીરો સુઝુકી ડેલિગેશન સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતાં. 
 
ઔદ્યોગિક ઝોનમાં જરૂરી માળખાકીય વિકાસની ખાતરી આપી
આ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના વાઈસ મિનિસ્ટર હોસાકા શિન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી અને ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓની વધતી હાજરી અંગે ચર્ચા કરી હતી. જાપાનની કંપનીઓને મુખ્યમંત્રી ગુજરાતમાં રોકા માટે અનુકૂળ વાતાવરણ હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત MBSIR ખાતે જાપાનીઝ ઔદ્યોગિક ઝોનમાં જરૂરી માળખાકીય વિકાસની ખાતરી આપી હતી. આ બેઠકમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, હેવી એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિક વાહનોમાં સંભવિત સહયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
 
સંજય મેહરોત્રા સાથે વન ટુ વન મીટિંગ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસ સ્થિત ચિપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ માઇક્રોટેકના પ્રેસિડેન્ટ અને સીઇઓ સંજય મેહરોત્રા સાથે વન ટુ વન મીટિંગ કરી હતી. આ કંપની દ્વારા સાણંદમાં વિકસાવવામાં આવી રહેલ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા માટે સરકાર તરફથી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. તે ઉપરાંત તેમને ગુજરાત અને ભારત દેશને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે સહકારની માંગ કરી હતી. 
 
ગુજરાતમાં સેમિકન્ડક્ટર પોલિસીના ફાયદાઓની રૂપરેખા આપી
મુખ્યમંત્રી પટલે યુનિવર્સલ સક્સેસ (ઓ) PTE લિ.ના પ્રેસિડેન્ડ અને એશિયા બિઝનેસ ગ્રુપ, સિંગાપોર બિઝનેસ ફેડરેશનના વાઈસ ચેરમેન પ્રસૂન મુખર્જી સાથે પણ બેઠક યોજી હતી. બંને વચ્ચે રાજ્યમાં રોકાણની તકો પર ચર્ચાઓ થઈ હતી. તે ઉપરાંત ફિનટેક કંપની અને ટેક સ્ટાર્ટ-અપ્સ માટે રાજ્યમાં રોકાણની તકો પર પણ ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીના ફાયદાઓની રૂપરેખા આપી અને ધોલેરા SIRને સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે અનુકૂળ સ્થાન તરીકે દર્શાવ્યુ હતું.