ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Modified: શનિવાર, 19 જાન્યુઆરી 2019 (14:19 IST)

ધોલેરામાં ચીની કંપની સ્ટીલ, લિથિયમ બેટરી બનાવશે 21 હજાર કરોડ રોકશે

ચીનની ટીન્સાન ઈન્ડસ્ટ્રીઝે ધોલેરા SIRમાં ૪ લાખ ટનની ક્ષમતા ધરાવતાં દેશના સૌથી મોટા HR સ્ટીલ પ્લાન્ટ અને ઈલેક્ટ્રીક વાહનો માટેની લિથિયમ આયર્ન બેટરીના ઉત્પાદન માટે રૂ. ર૧ હજાર કરોડના મૂડીરોકાણની જાહેરાત કંપનીના ચેરમેન શાંગે કરી છે.

આ કંપની તેના ભારતીય ભાગીદાર ઇસ્કોન જૂથ સાથે મળીને પ્રોજેક્ટ પાર પાડશે. ચીનની CRRC પેજિંગ યુઝૈન લિ. દ્વારા મેટ્રો રેલના કોચ બનાવવા રૂ. ૪૦૦ કરોડના જ્યારે ધોલેરા SIRમાં આવનારા ઔદ્યોગિક એકમોને અનુકુળ મેનપાવર, આધુનિક ટેકનોલોજી વગેરે ઉપલબ્ધ કરાવવા માટે ધોલેરા-SIR અને IIT-દિલ્હી વચ્ચે ઈન્ક્યુબેટર સેન્ટર બનાવવા માટે MoU કરવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે

ઊર્જા પ્રધાન સૌરભ પટેલે સેમિનારમાં અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે. ગુજરાતે માઈનર પોર્ટ પોલિસી બનાવી છે. આ પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ છે. આવતા બે ત્રણ વર્ષમાં નાના બંદરોની સંખ્યામાં વધારો થશે..