રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Modified: લોર્ડ્સ , સોમવાર, 15 જુલાઈ 2019 (10:39 IST)

રોમાંચક ફાઈનલમાં મળેલી જીત પછી 4 રન માટે બેન સ્ટોક્સે ન્યુઝીલેંડ ટીમ પાસે માગી માફી

વર્લ્ડકપ 2019ની ફાઈંલ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચમાં નોંધાઈ ગઈ છે. નસીબ બ્રેન સ્ટોક્સ અને ઈગ્લેંડ સાથે હતુ કે અંતિમ ઓવરમાં કિમંતી વધારાના 4 રન મળ્યા.  આ રને રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાંપર ન્યુઝીલેંડને વર્લ્ડકપના ખિતાબથી દૂર કરી દીધુ. બેન સ્ટોક્સએ ન્યુઝીલેંડની ટીમ પાસે આ માટે માફી માંગી ચ હે. 
 
ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડને અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી. ઓવરની ત્રીજી બોલ પર સિક્સર લગાવીને બેન સ્ટોક્સે ત્રણ બોલરમાં નવ રન સુધી સ્કોર પહોંચાડ્યો. ચોથી બોલને સ્ટોક્સએ મિડવિકેટ બાઉંડી પર રમ્યો અને બે રન માટે દોડી પડ્યા. તેમને પોતાની ક્રીઝમાં પહોંચવા માટે છલાંગ મારી આ સમયે માર્ટિન ગુપ્ટિલનો થ્રો તેમના બેટ સાથે અથડાઈને બાઉંડ્રી લાઈનને પાર ચાલ્યો ગયો. સ્ટોક્સ અને ઈગ્લેંડને કુલ 6 રન મળ્યા.  હવે 2 બોલર પર ત્રણ રનની જરૂર હતી ઈગ્લેંડને મળેલ આ રન નિયમો હેઠળ બિલકુલ યોગ્ય હતા.  નિયમ મુજબ જો બોલ ઓવર થ્રો પર બાઉંડ્રીને પાર જતી રહે તો (ભલે પછી એ બિનઈરાદાથી બેટને કેમ ન વાગી જાય)તો ઓવરથ્રો પહેલા કરવામાં આવેલ રનમાં બાઉંડ્રીના ચાર રન જોડાય જશે. 
સ્ટોક્સે આ માટે ન્યુઝીલેંડની ટીમ પાસે માફી પણ માંગી. તેમણે કહ્યુ કે અંતિમ વોઅરમાં બોલ મારા બેટ સાથે અથડાએન સીમારેખાને પાર ગઈ. તમે આવુ વિચાર્યુ નહી હોય. સ્ટોક્સે કહ્યુ કે મે કેનને આ વિશે અગણિત વાર માફી માંગી છે, હુ આવુ કરવા નહોતો માંગતો. 
 
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલ ન્યુઝીલેંડના કપ્તાન કેન વિલિયમસ્ન આ પુરા મામલા પર ખૂબ દુખી જોવા મળ્યા. મેચ પછી આ શરમની વાત છે કે બોલ સ્ટોક્સના બોલને વાગી. આ બધુ એવા સમયે થયુ કે બધુ જ બદલાય ગયુ. હુ બસ એ જ આશા કરીશ કે ફરી ક્યારેય પણ આવુ આવા મહત્વપૂર્ણ ક્ષણ પર ન બને.