શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (09:09 IST)

World Cup 2023- વર્લ્ડકપની મજા બગાડશે વરસાદ ? શું ભારત પાકિસ્તાનની મેચમાં પણ વિલન બનશે

World Cup 2023- વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. ICC ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. દરેક ટીમે 9 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતની મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?
 
8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. Accuweather અનુસાર, આ મેચ દરમિયાન હવામાન એકદમ સાફ રહેશે. ભારત અને અફઘાનિસ્તાન 11 ઓક્ટોબરે દિલ્હીમાં ટકરાશે. વરસાદના કારણે આ મેચમાં પણ વિક્ષેપ પડી શકે છે. જો કે વધુ વરસાદની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં મેચમાં કેટલીક ઓવર કપાઈ શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સૌની નજર ટકેલી છે. પરંતુ વરસાદ આ મેચમાં વિક્ષેપ લાવી શકે છે.
 
લીગ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક મેચ મળશે.
 
અમદાવાદમાં 14મી ઓક્ટોબરે ભારે ગરમી પડશે. 20 ટકા વરસાદની સંભાવના છે. પુણેમાં 19 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની શક્યતા છે.