રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ રેકોર્ડ
Written By
Last Updated : શનિવાર, 24 જાન્યુઆરી 2015 (17:53 IST)

કોણે-કોણે વર્લ્ડકપમાં હેટ્રિક લીધી..આવો નાખીએ એક નજર

ક્રિકેટ વર્લ્ડ કપ : હેટ્રિક લેતા બૉલર 
 
11મું ક્રિકેટ વર્લ્ડ કપ 14મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી 10 નવા વર્લ્ડ કપમાં કુળ 6 બૉલરોએ  હેટ્રિક લીધી છે. જ્યારે શ્રીલંકાઈ ફ્સ્ટ બૉલર 
લસિથ મલિંગાના નામે વર્લ્ડ કપમાં બે વાર હેટ્રિક લઈ વર્લ્ડ કપ રેકોર્ડ લીધા છે. વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક ભારતીય બૉલર ફાસ્ટ બોલર ચેતન શર્માના નામે છે. 
 
 
ચેતન શર્મા- ચેતન શર્મા 1987વર્લ્ડ કપમાં ન્યુઝીલેંડના સામે ક્રિકેટના મહાકુંભ કહેવાતા આ ટૂર્નામેંટની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે કીનેથ રદરફોર્ડ ઈયાન સ્મ્થ અને ચેટ્ફીલ્ડને સતત ત્રણ બૉલ પર પવેલિયનનો રાસ્તો દેખાડ્યું. આ મેચ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉંડ પર રમાયું હતું. 
 
સકલેન મુશ્તાક- પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુશ્તાકે વર્લ્ડ કપની બીજી હેટ્રિક 1999માં લઈ કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ પર તેણે ઝિંબાબ્વેના સામે હેટ્રિક લીધી હતી. સકલૈને હેનરી ઓલંગા એડમ હકલ અને માંગવાને આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી. 
 
ચમિંડા વાસ - શ્રીલંકા એકમાત્ર એવી ટીમ છે જેને બે ખેલાડીઓ વર્લ્ડ કપમાં હેટ્રિક લઈ ચૂક્યા છે એમાંથી મલિંગાએ બે વાર આ કારનામું કર્યું છે. 203 વર્લ્ડ કપમાં શ્રીલંકાઈ ફાસ્ટ બૉલરએ સિટી ઓવલ મૈદાન પર બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. તેણે હનન સરકાર ,મોહમ્મદ અસરફુલ અને એહસાનુલ હકેને આઉટ કરી હેટ્રિક લીધી હતી. 
 
લસિથ મલિંગા- આ લિસ્ટમાં બે વાર શામેળ છે લસિથ મલિંગા તેણે 2007 અને 2011 વર્લ્ડ કપમાં હેટ્રિક લઈ. 2007 વર્લ્ડ કપમાં પ્રોવિડર્સ સ્ટેડિયમ પર તેણે દક્ષિણ અફ્રીકી બેટસમેન શાન પોલાક એંડયુ હાલ જેક કાલિસ અને મખાયા એનટિનીને સતત ચાર બૉલ પર પેવેલિયન મોકલ્યું હતું.આવું કરતા મલિંગા વિશ્વના એકમાત્ર બૉલર છે. તે પછી 2011 વર્લ્ફ કપમાં આર પ્રેમદાસા સ્ટેડિયમ પર કેન્યા સામે મલિંગાએ એક બીજી હેટ્રિક લીધી. તેણે તન્મય મિશ્રા પીટર ઑનગોડો અને શેમ એનગોચેને આઉટ કરી હેટ્રિક પૂરી કરી. 
 
કીમર રોચ - કેરેબિયાઈ ફાસ્ટ  બૉલર કીમર રોચે નીદરલેંડસના સામે 2011 વર્લ્ડ કપમાં દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર આ કારનામું કર્યું હતું. પીટર સીલાર બેનાર્ડ અને બેરેંડ વેસ્ટ્ડિકને આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી.   
 
 બ્રેટ લી - ઓસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બૉલ લઈને પણ આ વર્ષે હેટ્રિક લીધી. લી એ કેન્યા સામે કિંગ્સમીડ ગ્રાઉંડ પર હેટ્રિક પૂરી કરી. લી એ કેનેડી ઓટિએનો બ્રિજલ પટેલ અને ડેવિડ ઓબુયાને આઉટ કર્યું હતું.