શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં આપ ફેક્ટર
Written By
Last Modified: શનિવાર, 19 એપ્રિલ 2014 (16:07 IST)

વારાણસી સીટ : અહી ફક્ત સીટ જ નહી AAP નું ભવિષ્ય પણ 'દાવ' પર

આમ આદમી પાર્ટી માટે વારાણસી ફક્ત એક સીટ નથી પણ પ્રતિષ્ઠાનો સવાલ છે. અરવિંદ કેજરીવાલ જો વારાણસીમાં વોટરોને એવુ કહી રહ્યા છે કે હુ તમારી પાસે ભીખ માંગવા આવ્યો છુ, તો એ પાછળનું મુખ્ય કારણ તેમનો અહમ છે.  કારણકે વારાણસીમાં તેમની શાખ જ નહી પણ આપ પાર્ટીનુ ભવિષ્ય પણ અહીના વોટરો પર નિર્ભર રહેશે.  જેમણે વારાણસી ફતેહ માટે દિલ્હી મોડલ પર રણનીતિ બનાવી છે. પાર્ટીની સ્ટ્રૈટેજી છે કે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જે વારાણસીમાં ન કરી શકે એ જ કેજરીવાલ કરે.  જેમા તેમણે બીજેપીના કૈપેનિંગને માત આપવાની આશા છે. 
 
જો કેજરીવાલ આ સીટ પરથી જીત નોંધાવવામાં સફળ રહ્યા તો આ એક ઈતિહાસ બની જશે અને પાર્ટી નવી ઊંચાઈઓ પર પહોંચી જશે.  બીજા નંબર પર રહેવુ એ પણ પાર્ટી માટે ખૂબ જ મહત્વનુ રહેશે.  જેનાથી પાર્ટી મજબૂત વિકલ્પના રૂપમાં સામે આવશે અને કોંગ્રેસનું સ્થાન લઈ લે તેવી આશા છે. પણ જો કેજરીવાલ ત્રીજા કે તેનાથી પણ નીચે રહે છે તો એ પાર્ટીનુ ભવિષ્ય મુશ્કેલીમાં મુકી શકે છે.  આજે જે લોકો આ નવી પાર્ટીને સીરિયસલી લઈ રહ્યા છે તેમનો મોહભંગ થઈ શકે છે. 
 
ઘર ઘર કેજરીવાલ : આપના એક નેતાએ કહ્યુ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમે મોટી રેલીઓ કરવાને બદલે નુક્કડ સભાઓ કરી અને ઘર ઘર જવા પર વધુ જોર ફોકસ આપ્યો.  અહી પણ અમે એ જ કરી રહ્યા છે. બીજેપી ભલે 'ઘર ઘર મોદી' ના નારા લગાવી રહી હોય. પણ મોદી અહી ડોર ટૂ ડોર પ્રચાર નહી કરી શકે.  અમે લોકો હકીકતમાં ઘર ઘર કેજરીવાલ કરીશુ. કેજરીવાલ હવે વોટિંગ સુધી અહી જ રહેશે. વચ્ચે કુમાર વિશ્વાસન પ્રચાર માટે અમેઠી જશે. 20 થી 22 એપ્રિલ નએ પછી 1 અને 2 મે ના રોજ કેજરીવાલ અમેઠીમાં જશે. 
 
દરેક વિધાનસભામાં 4 દિવસ ; વારાણસી લોકસભા સીટમાં પાંચ વિધાનસભા આવે છે. આપની પ્લાનિંગ એ છે કે કેજરીવાલ દરેક વિધાનસભાને લગભગ 4 દિવસ આપે. આ દરમિયાન કેજરીઆલ ડોર ટૂ ડોર કૈપેનિંગ કરશે અને અનેક નુક્કડ સભા પણ કરશે.  આપ નેતાના મુજબ અમારો દિલ્હીનો અનુભવ છે કે મોટી મોટી રેલી કરવાને બદલે વોટર ઘર પર જઈને મળવાનો કે તેમના મોહલ્લા કે એરિયામાં નુક્કડ સભા કરવાથી લોકો વધુ કનેક્ટ થાય છે અને અમે એ જ કરીશુ. 
 
દિલ્હી ટીમ પર જવાબદારી : વારાણસીની બધી જવાબદારી દિલ્હીની ટીમ જોઈ રહી છે. નુક્કડ નાટકની ટીમ પણ દિલ્હીથી જ અહી આવી છે અને સોશિયલ મીડિયાથી લઈને મીડિયા મેનેજમેંટ ટીમ પણ.  અહી છેલ્લા ચરણમાં 12 મે ના રોજ ચૂંટણી થવાની છે.  તેથી જ્યા પણ ચૂંટણી સમાપ્ત થઈ રહી છે ત્યાની ટીમ પણ અહી આવી રહી છે.  ઘર ઘર જઈને વોટ માંગવા ઉપરાંત પાર્ટી કાર્યકર્તા ફંડ પણ એકત્ર કરી રહ્યા છે. પાર્ટી નેતા મુજબ જે અમને ડોર ટૂ ડોર કૈપેનિંગ દરમિયાન 10 રૂપિયાનું ફંડ આપશે તે અમને વોટ પણ જરૂર આપશે.