મંગળવાર, 8 જુલાઈ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 8 જુલાઈ 2025 (11:30 IST)

Maa Ashapura Vrat Vidhi- મા આશાપુરા વ્રતની વિધિ

આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
 
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો.
 
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
 
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
 
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો. નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
 
આ વ્રતથી સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણાં શુભ ફળ મળે છે.

નવમા મંગળવારનું ઉદ્યાપન:
નવમા મંગળવારે વ્રતનું ઉદ્યાપન કરો. આમાં 9 પરિણીત મહિલાઓને માતાજીને ભોજન કરાવો અને તેમને સુહાગ વસ્તુઓનું દાન કરો.

Edited By- Monica Sahu