બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (07:57 IST)

શનિવાર ભક્તિ - Shaniને રિઝવવા માટે દર શનિવારે આ રીતે દીપક પ્રગટાવો

શનિવારે શનિ અને હનુમાનજીનુ પૂજન વિશેષ રૂપે કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે.  આ જ કારણે અનેક લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે. અહી જાણો શનિવારે કરવામાં આવતા નાના નાના 6 ઉપાયો. 
 
1. દીપક પ્રગટાવો - સૂર્યાસ્ત સમયે કોઈ એવા પીપળાના ઝાડ પાસે દીપક પ્રગટાવો જે સુમસામ સ્થળ પર હોય કે કોઈ મંદિરમાં આવેલ પીપળા પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
 
2. શનિને ભૂરા પુષ્પ ચઢાવો - શનિદેવને તેલ ચઢાવો પૂજા કરો. શનિદેવને ભૂરા પુષ્પ ચઢાવો અને શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો. 
 
3. પીપળ પર જળ ચઢાવો - દર શનિવારે પીપળને જળ ચઢાવો. પૂજા કરો અને સાત પરિક્રમા કરો. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરો. 
 
4. તેલનું દાન કરો - દર શનિવારે સવાર-સાંજ સ્નાન વગેરે કર્મોથી પરવારીને તેલનું દાન કરો. આ માટે એક વાડકીમાં તેલ લો અને તેમા તમારો ચેહરો જુઓ પછી તેલનુ દાન કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને કરો. 
 
5. સિંદૂર ચઢાવો - હનુમાનજીને સિંદૂર અને ચમેલી ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો - હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં કરવામાં આવે છે. આ કારણે બજરંગબલીન પ્રસન્ન કરવા માટે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપય દ્વારા હનુમાનજીની સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે.