શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 30 ઑક્ટોબર 2019 (10:19 IST)

બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતા

કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ મળતું નથી. તેથી આજે તમને એક સરળ ઉપાય જણાવીશું જેનાથી તમે સંકટ મોચનને રીઝવી ધાર્યા કાર્ય કરી શકશો.
 
કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશનૂ પૂજન અને સ્મરણ કરવામાં આવે છે. શિવ પુત્રની કૃપાથી જ ઘર-પરિવારમાં શુભ કાર્ય થાય છે. તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો. અથર્વશીર્ષ સ્ત્રોતનો પાઠ કરવાથી બધા અમંગળ દૂર થાય છે. સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતાના માર્ગ ખુલી જાય છે.
 
જે વ્યક્તિ દૂર્વાથી ભગવાન ગણેશનું સાચા મનથી પૂજન કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે. જ્યોતિષિય માપદંડ મુજબ દુર્વા છાયા ગૃહ કેતુને સંબોધિત કરે છે. ગણપતિજી ધુમ્રવર્ણ ગૃહ કેતુ ના અધિષ્ટ દેવતા છે અને કેતુ ગૃહથી પીડિત જાતકોએ ગણેશજીને 11 અથવા 21 દુર્વાના મુકુટ બનાવીને ગણેશની મૂર્તિ પર જાતક બુધવારની સાંજે 4 થી 6 વચ્ચે સૂર્યાસ્ત પૂર્વ ગણેશજીને અર્પિત કરવા હિતકારી રહે છે.
 
બુધવારે ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરો.
 
7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે.
 
ધનની કામના માટે બુધવારના દિવસે શ્રી ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવો. થોડીવાર પછી ઘી  અને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થઈ જાય છે.
 
ગણેશજી પાસેથી વૈભવનુ વરદાન ઈચ્છો છો તો કરો આ મંત્રનો જાપ…
 
प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम्।
 
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयो: शिवाय।।
 
प्रातर्भजाम्यभयदं खलु भक्तशोकदावानलं गणविभुं वरकुञ्जरास्यम्।
 
अज्ञानकाननविनाशनहव्यवाहमुत्साहवर्धनमहं सुतमीश्वरस्य।।