શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 31 ઑગસ્ટ 2019 (08:43 IST)

કેવડા ત્રીજ શુભ મુહુર્ત , જાણો કેવી રીતે કરવું કેવડાત્રીજ નુ વ્રત ?

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.  પાર્વતીજી જેવું અખંડ સૌભાગ્ય મેળવાવ ગુજરાતી સ્ત્રીઓ કરે છે. કેવડા ત્રીજનું વ્રત :
 
- અખંડ સૌભાગ્યની કામના માટે ગુજરાતમાં સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લપક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે.
 
-  આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીની પુજાનું વિશેષ મહત્વ હોય છે. સારા વરની પ્રાપ્તિ માટે અપરણિત ક્ધયાઓ પણ આ વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યુ હોવાનું માનવામાં આવે છે.
 
કેવી રીતે કરવુ આ વ્રત :
 
- ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે. 
 
- ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
 
- માતા પાર્વતીને આ દિવસે સૌભાગ્યવતીનો બધો જ સામાન ચડાવવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે.
 
મુહુર્ત :
– આ વર્ષ પુજાનું મુહૂર્ત વહેલી સવારનું છે એક મુહૂર્ત 5:58 થી સવારે 08.31 સુધી છે. 
 
પ્રદોષકાળ મુહુર્ત - સાંજે 06:47 થી રાત્રે 20:58 સુધીનું છે.
 
સામગ્રી :
- આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પણ તમારુ પૂજા માટે જરૂરી છે.
 
- આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની  સામગ્રી ચડાવવામાં આવે છે.