શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (18:54 IST)

સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાથી શું થાય છે જરૂર જાણો....

સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રીમાં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય. ઘરના વડીલ પણ આ જ સમજાવે છે. કે સૂર્ય નિકળતાના પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ છે. આવું કરવાથી ધન, ઘરમાં સુખ-શાંતિ અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.  સવારે સ્નાનને ધર્મ શાસ્ત્રમાં ચાર ઉપનામ આપ્યા છે. જૂના સમયમાં તેથી બધા સૂર્ય ઉદય થતા પહેલા સ્નાન કરતા હતા. 
 
1. મુનિ સ્નાન- આ સ્નાન સવારે સૂર્ય નિકળતા પૂર્વ 4 થી 5 ના વચ્ચે કરાય છે. મુનિ સ્નાન સર્વોત્તમ છે. આ સમયે સ્નાન કરતા જાતકના ઘરમાં સુખ -શાંતિ, સમૃદ્ધિ, વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના હમેશા બની રહે છે. 
 
2. દેવ સ્નાન- આ સ્નાન સવારે 5 થી 6 વાગ્યાના વચ્ચે કરાય છે. દેવ સ્નાન ઉત્તમ છે. આ વચ્ચે સ્નાન કરતા જાતકના જીવનમાં યશ, કિર્તી, ધન, વૈભવ,  સુખ -શાંતિ,સંતોષનો હમેશા વાસ રહે છે. 
 
3. માણસ સ્નાન- આ સ્નાન સવારે 6 થી 8 વાગ્યાના વચ્ચે કરાય છે. આ સમયે સ્નાન કરતાને કામમાં સફળતા, સારું ભાગ્ય, સારા કર્મની સ્મજ મળે છે. સાથે જ્જ પરિવારમાં એકતા પણ બની રહે છે. 
 
4. રાક્ષસી સ્નાન- આ સ્નાન સવારે 8 વાગ્યા પછી જ કરાય છે. કોઈ પણ માનવને આઠ વાગ્યા પછી  સ્નાન  નહી કરવું જોઈએ. આ સ્નાન હિન્દુ ધર્મમાં વર્જિત છે. આ સમયે સ્નાન કરતાના ઘરમાં દરિદ્રતા, હાનિ, ક્લેશ, ધન હાનિ, પરેશાની આપે છે.