1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2023 (15:35 IST)

સંકટ ચોથ પર કરો આ કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ

ganesh
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને બુધવારે ગણેશજીનો દિવસ હોય છે.  તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે. 
 
ગણેશ ચતુર્થી અને બુધવારે શુદ્ધ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે શુદ્ધ ઘી થી બનેલ લાડુઓ ચઢાવવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તમે કુશ પણ ચઢાવી શકો છો. કારણ કે કહેવાય છે કે ગણપતિ ખૂબ સીધા છે અને તેમને પ્રસન્ન થવામાં વાર નથી લાગતી. કુશ થી જ ભગવાન પ્રસન્ન થઈને તમારી ઈચ્છા પુર્ણ કરે છે.  
 
શ્રી ગણેશની વિશેષ મંત્રો દ્વારા પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવી છે. વિઘ્ન અને સંકટોથી બચીને જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓને પુરા કરનારી માનવામાં આવી છે. ૐ ગણેશાય નમ: અને શ્રી ગણેશાય નમ: આ બે મંત્ર એવા છે જેમનો ઉપયોગ હિન્દુ ધર્મમાં સદીયોથી થતો આવ્યો છે. 
 
તણાવ અને જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ચતુર્થી અને બુધવારના દિવસે હાથીને ચારો ખવડાવો. 
 
ગણેશ યંત્રને ઈચ્છાપૂર્તિ યંત્ર કહેવામાં આવે છે. આજના દિવસે ઘરમાં આ યત્રની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી. 
 
ૐ ગં ગણપતયે નમો નમઃ સિધ્‍ધી વિનાયક નમો નમઃ...
શ્રી સિદ્ધિવિનાયક નમો નમ: અષ્ટવિનાયક નમો નમ:...
ગણપતિબાપ્પા મોરિયા...  
 
ગણપતિ અથર્વશીર્ષ
 
અનંત પુણ્ય આપનારો આ પાઠ ખોલશે  છે તમામ સુખોના દરવાજા, આજે ગણપતિની ઉપાસના આ પાઠ દ્વારા કરો અને પુણ્યનું ભાથું બાંધી લો.