રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (10:23 IST)

મંગળવાર વિશેષ : આ રીતે સુંદરકાંડ પાઠ કરનારાઓ ક્યારેય કંગાલ થતા નથી

મંગળવારનો દિવસ મહાબલી હનુમાનને સમર્પિત છે. તેથી આ દિવસે હનુમાનજીની પૂજાનુ વિધાન છે. બધા નવગ્રહોમાં ક્રૂર મંગળ ગ્રહ પણ હનુમાનના શાસનમાં આવે છે. 
 
મંગળવારના દિવસે હનુમાનની આરાધનાથી મનુષ્યને બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે.  સાથે જ સમસ્ત સંકટોથી પણ છુટકારો મળે છે. કળયુગમાં હનુમાનજીની આરાધના સર્વોપરિ છે. 
 
તેથી તેમને જીવિત દેવના રૂપમાં ઓળખવામાં આવે છે. હનુમાનજી જ્યારે કોઈની ભક્તિથી ખુશ થાય છે તો તેમના ભાગ્ય ખુલી જાય છે.  શાસ્ત્રોમાં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પ્રભાવશાળી ઉપાય બતાવ્યા છે. 
 
એવુ માનવામાં આવે છે કે આ ઉપાયોથી હનુમાન અત્યાધિક પ્રસન્ન થાય છે અને મનુષ્યના જીવનમાંથી ધનનુ સંકટ દૂર થઈ જાય છે. 
 
હનુમાનજીને ખુશ કરવાના ઉપાય 
 
મંગળવાર મતલબ આજના દિવસે કોઈ હનુમાન મંદિરમાં જાવ. ત્યા હનુમાનજીની મૂર્તિથી સિંદૂર લઈને સીતામાંના ચરણોમાં ચઢાવી દો. સાથે જ મનમાં ને મનમાં તમારી પોતાની ઈચ્છાની કામના કરો. 
 
શાસ્ત્રીય માન્યતા છે કે હનુમાનજી રામજી ઉપરાંત સીતા માતાને પણ પ્રિય છે. તેથી તે તેમના ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે.  જો અનેક દિવસોથી તમને કોઈપણ પ્રકારનો ડર સતાવી રહ્યો છે અથવા તમે કોઈ સંકટમાંથી ઉભરવા માંગી રહ્યા છો અને તમને એ સંકટથી મુક્તિ નથી મળી રહી તો સતત 100 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપરાંત એક વધુ ઉપાય કરી શકો છો.   
 
સુંદરકાંડનો પાઠ 
 
રોજ વિધિ પૂર્વક પીપળના ઝાડ નીચે બેસીની હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
ધ્યાન રાખો કે જ્યારે પણ તમે પાઠ કરી રહ્યા હોય તો હનુમાનજીની મૂર્તિ સામે એક જ્યોત જરૂર પ્રગટાવો. જો કુંડળીમાં ગ્રહોનો દોષ છે તો કાળા ચણા અને ગોળનો પ્રસાદ બનાવીને મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વહેંચો. આ ઉપરાંત 21 દિવસ સુધી હનુમાનના બજરંગ બાણનો પાઠ કરો.