બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (08:35 IST)

મંગળવારે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન

દરેક મંગળવારે હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ વસ્ત્ર, લાલ ફૂલ ચઢાવો. આ ઉપાયથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

 
 
મંગળવાર તેની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો છે. દરેક કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે મંગળવારે ઉપવસ કરવો જોઈએ.
 
આ કાર્ય કરો
- આ દિવસે લાલ ચંદન કે ચમેલીનુ તેલમાં મિશ્રિત સિંદુર લગાવો
- મંગળવારે બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસે શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
- દક્ષિણ, પૂર્વ, આગ્નેય દિશામાં યાત્રા કરી શકો છો.
- શસ્ત્ર અભ્યાસ, શોર્યના કાર્ય, વિવાહ કાર્ય કે કેસની શરૂઆત કરવા માટે આ દિવસ યોગ્ય છે.
- વીજળી, અગ્નિ કે ધાતુઓથી સંબંધિત વસ્તુઓનુ ખરીદ-વેચાણ કરી શકો છો.
- મંગલવારે દેવુ ચુકવવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેવુ ચુકતે કરવાથી ફરી ક્યારેય ઋણ લેવાની જરૂર પડતી નથી.
 
આ કાર્ય ન કરશો
- મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાથી બચવુ જોઈએ
- મંગળવારે મીઠુ ન ખાવુ જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કાર્યમાં અવરોધ આવે છે
- પશ્છિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં આ દિવસે યાત્રા કરવી વર્જિત છે.
- મંગલવારે માંસ ખાવુ સૌથી ખરાબ હોય છે. તેથી સારી એવી લાઈફમાં તોફાન આવી શકે છે.
- મંગળવારે કોઈને ઉધાર ન આપવા જોઈએ નહી તો એ પૈસા સહેલાઈથી પરત મળવાના નથી.