શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Yogini Ekadashi 2022 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા

yogini ekadashi
યોગિની એકાદશીનુ મહત્વ - યોગિની એકાદશીનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે સુષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનુ વિધાન છે. એવી માન્યતા છે કે યોગિની એકાદશીનુ વ્રત કરવાથી વ્રતીને બધા પાપોથી મુક્તિ મળી જાય છે. સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ યોગિની એકાદશીનુ વ્રત કરવાથી 28 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનુ પુણ્ય મળે છે. 
 
યોગિની એકાદશી વ્રતકથા 
 
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !હવે તમે મને જેઠ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા નું વર્ણન કરો .આ એકાદશી નું નામ શું છે ?એનું મહાત્મય શું છે ?
 
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા ;’જેઠ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ’ યોગીની ‘ છે .તે વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .આ વ્રત આલોક માં ભોગ અને પરલોક માં મુક્તિ આપનારું છે .આ વ્રત થી પાપ નષ્ટ થાય છે .હું તમને પુરાણ માં કહેલી કથા કહું છું .
 
અલકાપુરી નગરી  માં કુબેર નામ નો રાજા રાજ્ય કરતો હતો .તે શિવ ભક્ત હતો .તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો .તેને વિશાલાક્ષી નામ ની સુંદર સ્ત્રી હતી .એક દિવસ તે માન સરોવર માં થી પુષ્પ લઇ આવ્યો ,પરંતુ કામાસક્ત થવા ના કારણે પુષ્પો ને રાખી ને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો .જયારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઇ ગઈ તો તેને ક્રોધ પૂર્વક પોતાના સેવકો ને આજ્ઞા કરી કે તમે લોકો જઈ ને જુઓ કે હજી સુધી હેમમાલીપુષ્પ લઇ ને કેમ થી આવ્યો ? જયારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેર ની પાસે આવી ને કહેવા લાગ્યા :”હે રાજન ! હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે .” યક્ષો ની વાતસાંભળી કુબેરે હેમમાલી  ને બોલાવા ની આજ્ઞા આપી .હેમમાલી  રાજા કુબેર સમક્ષ ડર થી કાંપતો ઉપસ્થિત થયો .તેને જોઈ ને રાજા કુબેર ને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા .તેમને કહ્યું હે પાપી !મહાનીચ કામી ! તેં મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજી નો અનાદર કર્યો છે ,તેથી હું તને શાપ આપું છું કે ‘તું સ્ત્રી નો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોક માં જઈ ને કોઢી થશે .”
 
કુબેર ના શાપ થી તેજ ક્ષણે સ્વર્ગ મા થી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઇ ગયો .તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ .મૃત્યુલોક માં આવી ને તેણે મહાદુઃખ ભોગવ્યા .પરંતુ શિવજી ની ભક્તિ ના પ્રભાવ થી તેની બુદ્ધિ મલીન ના થઇ અને પાછળ ના  જન્મ ની સુધી પણ રહી .તેથી તે અનેક દુઃખો ને ભોગવતો પોતાના પૂર્વ જન્મ ના કુકર્મો નું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો.ચાલતા ચાલતા માર્કંડેય ઋષિ ના આશ્રમે પહોચ્યો .તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા .તે બીજા બ્રહ્મા ના સમાન લગતા હતા .તે આશ્રમ બ્રહ્મા ની સભા ના સમાન શોભતો હતો .હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણ માં પડી ગયો .’
 
તેને જોઈ ને માર્કડેય ઋષિ બોલ્યા :”તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ?”ત્યારે હેમમાલી એ કહ્યું  ,”હે મુની !  હું રાજા કુબેર નો સેવક છું .હેમમાલી મારું નામ છે .પૂજા માટે ના પુષ્પો રાજા માટે હું લાવતો હતો .એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઇ ગયું અને બપોર સુધી પુષ્પો લઇ ને ન પહોચ્યો .તેમણે  મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રી નો વિયોગ ભોગવ .તેથી હું કોઢી થઇ ગયો અને મહાન દુઃખ ભોગવું છું .તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય .” માર્કંડેય ઋષિ બોલ્યા : “તે મારી પાસે સત્ય વચન કહ્યાં છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું .જો તું જેઠ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઇ જાશે .” તેથી હેમમાલી ખુબ પ્રસન્ન થયો અને મુની ના વચન અનુસાર યોગીની એકાદશી નું વ્રત વિધિ પૂર્વક કર્યું .તેના પ્રભાવ થી તે ફરી પોતાના મૂળરૂપ માં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો .
 
હે રાજન ! આ યોગીની એકાદશી ની કથા નું ફલ એક્યાસી હજાર બ્રાહ્મણો ને ભોજન કરાવવા ના બરોબર છે .આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ દુર થાય છે અને અંત માં સ્વર્ગ મળે છે .