રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (13:38 IST)

અમદાવાદમાં એક દિવસમાં 10 ડોક્ટર્સ કોરોનાનો ભોગ બન્યાં

અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નોંધાયેલા કેસમાં એક જ દિવસમાં 10 ડોક્ટર્સ કોરોના પોઝિટિવ બન્યા છે. જેમાં મોટાભાગે 25થી 30 વર્ષના ડોક્ટર્સ છે.લોકડાઉન-4 અને 5માં છૂટછાટ મળ્યા બાદ લોકલ સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે નોંધાયેલા કુલ 290 કેસમાં 10 ડોક્ટરોનો પણ સમાવેશ થયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 25થી 60 વર્ષના ઉંમર ધરાવતા ડોક્ટરો કોરોનાનો ભોગ બન્યા છે. જેમા નરોડા, ચાંદખેડા, સુભાષબ્રીજ, થલતેજ, ચાંદલોડિયા, મણીનગર, એસ.વી.પી, જોધપુરના ડોક્ટરો હતા.  શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 13,904 કેસ નોંધાયા છે. જેમાથી 998 લોકોના મોત નિપજ્યા છે, જોકે ડોક્ટર્સ જ કોરોનાનો ભોગ બનતા તેમની પાસે સારવાર અર્થે આવેલા દર્દીઓમાં પણ કોરોનાનો ખતરો વધ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં ડોક્ટર્સ સારવાર હેઠળ છે તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ ચાલી રહી છે.