શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (10:27 IST)

અમદાવાદમાં હવે કયા 35 વિસ્તારો છે માઈક્રો કન્ટેન્મેન્ટમાં, 11 વિસ્તારોને મળી છૂટ

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી તે વચ્ચે આજે અમદાવાદ શહેરના માઈક્રો કન્ટેન્ટમેન્ટઝોનમાંથી વધુ 11 ઝોન બાદ કરાયા છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર તથા અન્ય વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો, હેલ્થ તેમજ આરોગ્ય અધિકારીઓએ કરેલી સમિક્ષા મુજબ 31-5-2020ના રોજ અમદાવાદ શહેરમાં 46 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. જેમાં અગાઉ જાહેર કરાયેલા પૈકી 35 ઝોનને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં યથાવત રખાયા છે જ્યારે 11 જેટલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કરાયા છે.
આ વિસ્તારોના માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં નહીં મળે કોઈ છૂટ
અમદાવાદમાં હજુ પણ 35 કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બહેરામપુરામાં બાબુનગર , ઈન્દ્રપુરી ઈસનપુર, દાણીલીમડા, સૈજપુર, બાપુનગરના સંજયનગર ના છાપરા વગેરેને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ રખાયા છે. સરસપુરના બોમ્બે હાઉસિંગને પણ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ રખાયા છે.
આ 11 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનથી કરાયા બહાર
શહેરમાં વટવા વિસ્તારમાં નીલગીરી સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવી છે. ઘાટલોડિયામાં રિદ્ધિ સોસાયટી, બોડકદેવમાં