રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By

અમદાવાદમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના માટે બનાવ્યા ખાસ નિયમો

અમદાવાદમાં ગણેશ મહોત્સવ પહેલા એક મહિનાથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ વર્ષે 22મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવશે. ત્યારે કોરોના વાયરસને લઈને આ વર્ષે અમદાવાદ શહેરમાં ગણેશના મોટા પંડાલો નહીં યોજાય. ગુજરાત સરકારની હજી જાહેરાત થઇ નથી પરંતુ અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ એ જાહેર કર્યું છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાંચ પંડાલ બંધ રાખવામાં આવશે. આ સિવાય દરેક સોસાયટીમાં ગણેશની બેસાડવા હશે તો તેની માટે પણ ખાસ નિયમો જરૂરી છે.અમદાવાદ શહેરમાં સોસાયટીમાં ગણેશ બેસાડવા હશે તો સૌથી પહેલો નિયમ એ રહેશે કે એક જ સોસાયટીમાં એક જ વ્યક્તિ ગણેશજીની આરતી કરી શકશે. ગણેશ વિસર્જન સમયે ભીડભાડ કરીને સાબરમતી નદી તરફ જવાનું ટાળવું પડશે. પીઓપીની બદલે માટીની મૂર્તિથી સોસાયટીમાં જ ગણેશનું વિસર્જન કરવાનું રહેશે. ગણેશજીના આરાધકે 2 ફૂટની માટી મૂર્તિ બેસાડે તેવી અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે શેના 90થી વધારે કારીગરો આ વર્ષે માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને સૂચન કરવામાં આવ્યું છે.સોસાયટીમાં ઘરમાં અલગ-અલગ લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે ત્યારે આ વર્ષે સોસાયટીમાં માત્ર એક જ ગણેશની સ્થાપના થાય તેવું સૂચન ગણેશ એસોસિએશનના પ્રમુખે કર્યું છે.તેમના કહેવા પ્રમાણે આ વખતે ગણેશ મહોત્સવમાં પ્રસાદનું વિતરણ નહીં થાય. ગણેશજીની આરતી વખતે માત્ર એક જ વ્યક્તિ આરતી ની થાળી લઈને આરતી ઉતારી શકશે.  એટલું જ નહિ પ્રસાદ આ વખતે લોકોને માસ્ક અને આયુર્વેદિક કાવા આપવામાં આવશે.