ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કાનપુર. , શુક્રવાર, 3 જુલાઈ 2020 (09:36 IST)

હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગયેલ પોલીસ ટીમ પર ફાયરિંગ, DSP સહિત 8 પોલીસ કર્મચારીઓનુ મોત, 3 બદમાશ પણ ઠાર થયા

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરુવારે બપોરે 1 વાગ્યે હોસ્પિટલમાં ગયેલી પોલીસ ટીમમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમાં સર્કલ ઓફિસર (ડીએસપી) અને 3 સબ ઈન્સ્પેક્ટર સહિત 8 પોલીસ જવાન શહીદ થયા છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા પોલીસ ગઈ હતી, પરંતુ તેની ટોળકીએ પોલીસ પર છત પરથી હુમલો કર્યો હતો અને વિકાસ દુબે ફરાર થઈ ગયો હતો. બદમાશોએ પોલીસના અનેક શસ્ત્રો પણ લૂંટી લીધા હતા. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના 3 સાથીદારો માર્યા ગયા હતા.
 
8 પોલીસ કર્મચારીઓ શહીદ 
 
તેમણે કહ્યું કે, “વિકાસ દૂબે એક ચાલાક અપરાધી છે. અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે હથિયારોથી તેમણે પોલીસ પર હુમલો કર્યો તે તેમને ક્યાંથી મળ્યા. કાનપુરની ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહેલા જ પહોંચી ગઈ છે. લખનૌથી પણ તપાસ માટે ફૉરેન્સિક ટીમ મોકલવામાં આવી છે.” ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં પોલીસની એક ટીમ પર બદમાશોએ અંધાધૂન ગોળીઓ ચલાવી દીધી, જેમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા.
 
હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવામાં લાગી પોલીસ
 
પોલીસની આ ટીમ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવામાં લાગી છે. સમાચાર મળ્યા બાદ એસએસપી અને આઈજી ઘટનાસ્થળ પર પહોંચી ચુક્યા છે. ફૉરેન્સિક ટીમ પણ અહીં તપાસ કરી રહી છે. ડીજીપીએ જણાવ્યું કે, “ગુનેગારોને પકડવા ગયેલી પોલીસને રોકવા માટે બદમાશોએ પહેલાથી જ જેસીબી વગેરે લગાવીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસ પાર્ટીનાં પહોંચતા જ ધાબા પરથી પોલીસની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં 8 પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા છે. આમાં એક ડેપ્યૂટી એસપી દેવેન્દ્ર મિશ્રા, 3 સબ ઇન્સપેક્ટર સામેલ છે. શહીદોમાં એક SO અને 4 કોન્સ્ટેબલ છે. આ બદમાશોની ફાયરિંગમાં શહીદ થઈ ગયા છે. ઘટનાસ્થળ પર ADG લૉ એન્ડ ઑર્ડર પહોંચી રહ્યા છે. એસએસપી અને આઈજી ઘટનાસ્થળે છે. કાનપુર ફૉરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. લખનૌથી પણ એક ટીમ ફૉરેન્સિક કરી રહી છે. STF લગાવી દેવામાં આવી છે.”