રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (12:08 IST)

700 કરોડની એસ.વી.પી. હોસ્પિટલમાં ઓપરેશન કર્યા વિના 50 હજારનું બિલ આપી દેવાયું

રૂપિયા 700 કરોડના ખર્ચે કાર્યરત કરવામા આવેલી એસ.વી.પી.હોસ્પિટલનો વધુ એક છબરડો બહાર આવવા પામ્યો છે.જેમાં એક મહીલા દર્દીનુ ઓપરેશન કરવામા ન આવ્યુ હોવાછતા તેની સારવાર પેટે સત્તાવાળાઓએ રૂપિયા પચાસ હજારનુ બીલ આપી તેના સ્વજનો પાસેથી આ રકમ વસુલી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે,આ મહીલા પાસે આયુષ્યમાન ભારત યોજનાનુ કાર્ડ પણ હતુ.મહીલાને ઓપરેશન કરવાને બદલે સિવીલ હોસ્પિટલ મોકલી દેવાયા બાદ સિવીલમાં એની સારવાર ચાલી રહી છે. દરમિયાન વધુ એક છબરડામા ઘેરાયેલા અધિકારી કહે છે,આમ ભુલથી થઈ ગયુ છે અમે એના પરિવારજનોને બોલાવી લેવામા આવેલી રકમ પરત કરીશુ. પ્રાપ્ત વિગતો અનુસાર,જેતપુરના એક મહીલાને બ્રેઈન ટયુમર હોઈ અમદાવાદની એસ.વી.પી.હોસ્પિટલમાં ત્રણ જાન્યુઆરીના રોજ સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયા હતા.માત્ર એક સપ્તાહ બાદ દસમી જાન્યુઆરીના રોજ સારવાર કરી રહેલા તબીબો દ્વારા કોઈ ચોકકસ કારણો આપ્યા વગર પેશન્ટને ડીસ્ચાર્જ આપી દીધો હતો. પેશન્ટના ડીસ્ચાર્જ સમયે તેના સ્વજનોને રૂપિયા પચાસ હજારનુ બીલ પકડાવી દેવામા આવ્યુ હતુ.દર્દીના સ્વજનો માટે આ બાબત આઘાતજનક તો હતી જ.પણ સારવાર મળે એ હેતુથી મહીલા દર્દીને સિવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા.જયાં ઓપરેશન કરાયુ હતુ. આ તરફ એસ.વી.પી.ના મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા તેમણે ભુલ થઈ હોવાની બાબતનો સ્વીકાર કર્યો છે.તેમના કહેવા મુજબ,એસ.વી.પી.મા પેશન્ટને દાખલ કરાતી વખતે કલસ્ટર નકકી કરાય છે. આ કલસ્ટર મુજબ આ રકમ વસુલાઈ હશે.મહીલા પાસે આયુષ્યમાન ભારત યોજનાનુ કાર્ડ હોવાપરાંત સર્જરી જ નથી કરાઈ એવા સંજોગોમા રૂપિયા પચાસ હજાર જેવી રકમ કેવી રીતે વસુલાઈ?એવા સવાલના જવાબમા તેમણે કહ્યુ,એ મારે સિનીયર ડોકટરોને પુછવુ પડશે.પણ અમે બે દિવસમાં મહીલાના સ્વજનોને બોલાવી તેમની પાસેથી લેવામા આવેલી રકમ પરત આપી દઈશુ. એસ.વી.પી. હોસ્પિટલ શરૂ થઈ તે સમયથી અનેક વિવાદોમા આવી છે.છતમાંથી પાણી ટપકવા જેવા બનાવોથી લઈને અનેક બનાવો બન્યા છે.છતાં શાસકોએ એસ.વી.પી.ને મોટી બતાવવા વી.એસ.હોસ્પિટલની સેવાઓનુ ગળુ ઘુંટી દીધુ છે.