લોકસભા ચૂંટણી : AAP ના ગુજરાતમાંથી વધુ આઠ ઉમેદવારો જાહેર

વેબ દુનિયા| Last Modified શનિવાર, 29 માર્ચ 2014 (10:54 IST)

P.R
આજે આમ આદમી પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની બારમી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના આઠ ઉમેદવારો, ૧. કનુભાઈ કલસરિયા (ભાવનાગર) ૨.જે.જે મેવાડા (અમદાવાદ પશ્ચિમ) ૩. રાણા જયેન્દ્રસીંહ (ભરૂચ) ૪. અર્જુન રાઠવા(છોટા ઉદેપુર),૫.લાભુભાઈ બાદીવાલા(ખેડા) ૬.વંદનાબેન પટેલ( મેહસાણા) ૭.પીનલબેન સાવલિયા(રાજકોટ) ૮.કે.સી.મુનિયા(દાહોદ) નો સમાવેશ થયો છે. આ સાથે, ગુજરાતની કુલ સોળ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયા છે. અગાઉ, આમ આદમી પાર્ટીના આંઠ ઉમેદવારો અતુલભાઈ શેખડા (જુનાગઢ), સંજય રાવલ (બનાસકાંઠા) અને નટુભાઈ સોલંકી (સાબરકાંઠા) , નાથાલાલ સુખડીયા (અમરેલી) ,. અતુલભાઈ પટેલ (પાટણ) , જેઠાભાઈ પટેલ (સુરેન્દ્રનગર) મેહુલ પટેલ(નવસારી), ગોવિંદભાઈ પટેલ(વલસાડ) જાહેર થઇ ગયા હતા. આજે જાહેર કરેલ આઠે ઉમેદવારો જાહેર જીવન માં સ્વચ્છ છબી ધરાવે છે અને તેમના જનસેવાલક્ષી કામો માટે જાણીતા છે. આમ આદમી પાર્ટીના મુખ્ય ધ્યેય, કે લોકવિરોધી રાજકારણીઓને સંસદમાં જતા રોકવા, માટેની નિષ્ઠા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગીથી છતી થાય છે.


આ પણ વાંચો :