1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 27 નવેમ્બર 2014 (16:30 IST)

ઘરે જ મેળવો તીર્થ સ્થાનોને નમસ્કાર કરવાનું ફળ

જે ઘરમાં તુલસીનો દરરોજ પૂજન થાય છે તે ઘરમાં ધન-સંપદા ,વૈભવ , સુખ-સમૃદ્ધિ સ્થાયી રૂપથી નિવાસ કરે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની તુલસી દલથી પૂજા કરીને વ્રત ,યજ્ઞ ,જાપ ,ધૂપ હવન કરવાથી પુણ્ય ફળ મળે છે. મંગળ , શુક્ર ,રવિ ,અમાવસ્યા ,પૂર્ણિમા ,દ્વ્રાદશી ,રાતે અને સાંજે તુલસી દળને તોડવું ન જોઈએ. 
 
ધર્મ શાસ્ત્રો મુજબ તુલસીના આઠ નામ છે વૃંદા , વૃંદાવનિ ,વિશ્વ પૂજિતા ,વિશ્વ પાવની ,પુષ્પસારા ,નંદની , તુલસી અને કૃષ્ણ જીવની આ આઠ નામોનું સહારો લેવાથી જીવનની સમસ્ત મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રેમ અને વિશ્વાસ અને વિધિ સાથે તુલસી પૂજન કરવાથી ત્રણે કાળમાં કલ્યાણ હોય છે. 
 
તુલસીની પૂજા કરવાથી ઉપરાંત આ રીતે પ્રાર્થના કરવાથી તીર્થ સ્થાનોને નમસ્કાર કરવ આનું ફળ મળે છે. 
 
હું આ તુલસીને નમસ્કાર કરું છું ,  જેના મૂળમાં બધા તીર્થ સ્થાન છે શિખર પર બધા દેવી-દેવતાઓનો નિવાસ છે અને જેના મધ્યમાં બધા વેદ ભગવાન રહે છે. 
 
તુલસીના પાંદડા તોડતા સમયે બોલવાનું મંત્ર 
 
ૐ સુભ્રદાય નમ: 
 
તુલસીને જળ આપવાનું મંત્ર 
 
મહાપ્રસાદ જનની ,સર્વ સૌભાગ્યવર્ધિની
આધિ વ્યાધિ હરા નિત્યં , તુલસી ત્વં નમોસ્તુતે 
 
તુલસી સ્તુતિનો મંત્ર 
 
દેવી ત્વં નિર્મિતા પૂર્વમર્ચિતાસિ મુનીશ્વરે 
નમો નમસ્તે તુલસી પાપં હર હરિપ્રિયે