1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

સમૃદ્ધ જીવનના સાત સુત્રો

P.R
- સમય સમયે આ વિશાળ બ્રહ્માંડના સાપેક્ષમાં પોતાના જીવનને જુઓ. તે સમુદ્રના એક ટીંપા જેટલુ પણ નથી. બસ માત્ર આટલી જ જાગૃતતા તમને તમારી હીનભાવનામાંથી બહાર લઈ જશે અને તમે તમારા જીવનની દરેક ક્ષણને જીવવા માટે સક્ષમ થઈ જશો.

- પોતાની જાતને જીવનના સર્વોચ્ચ લક્ષ્યની યાદ અપાવો. તમે અહીંયા ફરીયાદો કરવા માટે કે ચીડચીડ કરવા માટે નથી આવ્યાં પરંતુ કંઈક મોટુ કામ કરવા માટે આવ્યાં છો.

- સેવા કરો! બની શકે ત્યાર સુધી સામુદાયિક સેવામાં ભાગ લો.

- વિશ્વાસ રાખો કે દિવ્ય શક્તિ તમને સૌથી વધારે પ્રેમ કરે છે અને સૌથી વધારે તમારૂ ધ્યાન રાખે છે. એવી આસ્થા અને વિશ્વાસ રાખો કે તમારા જીવન માટે જે કંઈ પણ જરૂરી છે તે તમને જરૂર મળશે.

- જેવી રીતે આપણે કેલેંડરના પાનને પલટતાં જોઈએ છીએ તે જ રીતે આપણે આપણા મનને પણ પલટતાં રહેવું જરૂરી છે. ખાસ કરીને આપણી ડાયરી યાદોથી ભરેલી રહે છે. ધ્યાન રાખો કે તમે તમારા ભવિષ્યની તિથીઓને ભુતકાળની યાદોથી ન ભરી દો. પોતાના ભુતકાળથી કંઈક શીખો, કંઈક છોડો અને આગળ વધો.

- બને તેટલુ વધારે હસો! તમારા ચહેરા પર એક અમિટ શર્તરહિત હાસ્ય સાચી સમૃદ્ધિની નિશાની છે.

- રોજ ચાલવા માટે થોડોક સમય કાઢો. સંગીત, પ્રાર્થના અને મૌનથી પોતાનું પોષણ કરો. થોડીક મિનિટ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરો. આ તમને રોગમુક્ત રાખશે અને તમારી અંદર નવી ઉર્જા પણ ભરશે તેમજ તમારી અંદર ગહનતા અને સ્થિરતા લાવે છે.