ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (09:57 IST)

7 દિવસ ના 7 ટોટકા ઘરથી નિકળતા રોજ સવારે જ્યારે શું કરીએ

વાર પ્રમાણે સટીક શુભ ઉપાય, મનમુજબ ધન જોઈએ તો રોજ જરૂર અજમાવો..  
જો તમે અઠવાડિયાના કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ નિમ્ન ઉપાયની સાથે તમારા દિવસની શરૂઆત કરવી. આ ઉપાયથી તમારા કાર્યની સફળતાના યોગ મજબૂત થશે. 
 
સોમવાર- આજના દિવસે સફળતા પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું. જો આ શકય ન હોય તો કાર્ય માટે ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પી લેવું. સાથે જ ૐ શ્રાં શ્રીં શ્રૌં સ: સોમાય નમ: મંત્ર બોલીને જવું. સફેદ રૂમાલ સાથે રાખવું. સફેદ ફૂલ શિવજીને ચઢાવવું. 
 
મંગળવાર- આજે હનુમાન મંદિર જવું. સાથે જ હનુમાનજીને બનેલું પાન અને લાલ ફૂલ ચઢાવવું. ઘરથી નિકળતા પહેલા મધનો સેવન કરવું. અને ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ: મંત્ર બોલીને નિકળવું. લાલ કપડા પહેરવું લાલ કપડા સાથે રાખવું. લાલ ફૂલ હનુમાનજી મંદિરમાં રાખવું. 
 
બુધવાર- ગણેશજીને દૂર્વા અર્પિત કરવું. ગણપતિને ગોળ-ધાણાનો ભોગ લગાવો. ઘરથી વરિયાળી ખાઈને નિકળવું. ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ: મંત્રનો જાપ કરવું. લીલા રંગના વસ્ત્ર પહેરવું અને લીલો રૂમાલ રાખવું. તુલસીના નીચે પડેલા પાનને ઉઠાવીને ધોઈને તેના સેવન કરવું. 
 
ગુરૂવાર- ભગવાન વિષ્ણુના મંદિર જવું. શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું. સાથે જ ૐ ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો જાપ કરવું. પીળા રંગની કોઈ મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું. પીળા વસ્ત્ર પહેરવું પીળા રૂમાલ સાથે રાખવું. પીળા ફૂલ કોઈ પણ મંદિર કે દરગાહમાં ચઢાવવું. 
 
શુક્રવાર- સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરવું. ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ: મંત્રનો જાપ કરવું. ઘરથી નિકળતા પહેલા દહીંનો સેવન કરવું. સફેદ રંગની ડ્રેસ પહેરવી કે સફેદ રૂમાલ રાખવું. સફેદ ફૂલ દેવી મંદિરમાં ચઢાવવું. 
 
શનિવાર- હનુમાનજીના મંદિર જવું. હનુમાનજીને બનેલું પાન અને લાલ ફૂલ ચઢાવવું. ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: મંત્ર જપ કરીને ઘરથી નિકળવું. તલનો સેવન કરવું. બ્લૂ  વસ્ત્ર પહેરવું કે બ્લૂ રૂમાલ સાથે રાખવું. બ્લૂ કે જાંબળી ફૂલ શનિ મંદિરમાં ચઢાવવું. 
 
રવિવાર- આજે સૂર્ય દેવને જળ ચઢાવવું કે પછી લાલ ફૂલ ચઢાવવું. આજે ૐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમા: મંત્રનો જાપ કરવું. ગોળનો સેવન કરવું. લાલ રંગની ડ્રેસ પહેરવી કે લાલ રૂમાલ રાખવું. લાલ કે ગુલાબી ફૂલ સૂર્યદેવને અર્પિત કરવું.