શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 16 નવેમ્બર 2018 (14:50 IST)

અક્ષય નવમી - કરો આમાંથી કોઈ એક ઉપાય.. લક્ષ્મી થશે મહેરબાન

17 નવેમ્બર શનિવારે અક્ષય નવમી એટલે કે કૃષ્ણ નવમી ઉજવાશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને કૃષ્ણ નવમી કહે છે.  કેટલાક સ્થાન પર તેને  આવલા નવમી કે અક્ષય નવમી પણ કહે છે..  ધર્મ મુજબ આ દિવસે આમળાની ઉત્પત્તિ થઈ હતી તેથી તેને આમલા નવમી પણ કહે છે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને આમળા ખૂબ પ્રિય હોય છે. પૂજા પાઠ સાથે કેટલાક સહેલા ઉપાય કરી લેવામાં આવે તો અક્ષય લાભ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ દિવસે કરવામાં આવેલ પુણ્ય આગલા જનમ સુધી તમને લાભ પ્રદાન કરે છે.  આવો જાણીએ અક્ષય નવમીના સરળ ઉપાય... 
 
 
1. અક્ષય નવમીના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવુ ખૂબ શુભ હોય છે. ધાર્મિક આસ્થા મુજબ આવુ કરવાથી અ અ જન્મ સાથે જ આગલા જન્મમાં પણ ક્યારેય અન્ન ધનની કમી અને સંપદામાં કમી આવતી નથી. 
 
2. ભૌતિક સુખ - સુવિદ્યા અને એશ્વર્ય જીવન ભોગવવા માટે આમળા નવમીના દિવસે સોના ચાંદી કે કોઈપણ કિમંતી ઘરેણા ખરીદો. જીવનભર સુખ પ્રાપ્ત થશે. 
 
3. આ દિવએ આમળાના ઝાડ નીચે બેસીને ભોજન બનાવવા અને ખાવાથી અક્ષય લાભ અને અક્ષય સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 
 
4. અક્ષય નવમી પર શનિ ગ્રહ શાંતિ માટે બ્રાહ્મણ અને ગરીબોને દૂધ કે ભાત ખવડાવો. 
 
5. આવલા નવમી પર ભગવાનની પૂજા આમલા સાથે કરવી જોઈએ અને આમળાને પ્રસાદના રૂપમાં ખાવો પણ જોઈએ. 
 
6.  અક્ષય નવમી પર દાનનુ ખૂબ મહત્વ છે. આ સમયે શિયાળો ચાલી રહ્યો છે . તેથી ગરીબોને ગરમ કપડા વહેંચવા ખૂબ શુભ માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી મળેલુ પુણ્ય અક્ષય થઈ જાય છે. 
 
7. અક્ષય નવમી ના દિવસે સ્નાન કરવા માટે લીધેલા જળમાં આમળાના રસના કેટલાક ટીપા નાખો. આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા તો જશે જ સાથે જ માતા લક્ષ્મી પણ ઘરમાં વિરાજમાન થશે.