ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: આગ્રા. , શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:52 IST)

વાંદરાઓના ટોળાએ મહિલા પર હુમલો કરી મારી નાખી

તાજ નગરી આગ્રામાં વાંદરાઓનો આતંક ઘણો વધી ગયો છે. છેલ્લા 12 દિવસમાં એક બાળકને મારવાની ઘટના પછી વાંદરાઓના ટોળાએ મંગળવારે એક 59 વર્શીય મહિલા પર હુમલો કરી તેને પણ માતને ઘાટ ઉતારી. 
 
પ્રાપ્ત માહિતી મુજબ ભૂરા દેવી નામની વૃદ્ધ મહિલા પર શહેરના કાગરૌલ વિસ્તારમાં વાંદરાઓના ટોળાએ હુમલો કર્યો. વાંદરાના હુમલાથી ભૂરાંદેવીના શરીર પર અનેક ગંભીર ઈજાઓ થઈ.  તેમને તત્કાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પણ મંગળવારે સવારે ઉપચાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 
 
કાગરૌલના એસએચઓ સંજુલ પાંડે મુજબ મહિલાને વાંદરા દ્વારા મારવાથી શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યુ કે પરિજનોએ આ સંબંધમાં કોઈ લેખિત ફરિયાદ નોંધાવી નથી. ભૂરાંદેવીના પુત્ર વિજયસિંહ મુજબ વાંદરાઓએ હુમલો રાત્રે કર્યો હતો. ત્યારબાદ નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા તેમનુ મૃત્યુ થયુ. 
 
બીજી બાજુ શહેરના કલેક્ટર નવીને આ ઘટનાઓ પર ગુસ્સો જાહેર કરતા કહ્યુ કે વન વિભાગની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.  જીલ્લા પ્રશાસન પણ આ સંબંધમાં કશુ કરી નથી કરી રહી.