જાણો બજરંગબલીની વ્રત કથા

ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું  સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા. 
બન્ને પતિપત્ની દર મંગળવારે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરતા હતા. વિધિવત મંગળવારનું  વ્રત કરતા ઘણા વર્ષ થઈ ગયા. બ્રાહ્મણ ખૂબ નિરાશ થઈ ગયા, પણ તેમણે વ્રત કરવાનું છોડ્યુ નહી.  
 
થોડા દિવસ પછી કેશવદત્ત હનુમાનની પૂજા કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. એમની પત્ની અંજલી ઘરે રહીને જ મંગળવારના વ્રત કરવા લાગી. બન્ને પતિ-પત્ની પુત્ર પ્રાપ્તિ માટે મંગળવારનુ વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યા. થોડા દિવસ પછી અંજલીએ બીજા મંગળવારે વ્રત કર્યા પણ કોઈ કારણસર એ  દિવસે અંજલી હનુમાનજીને ભોગ લગાવવાનું  ભૂલી ગઈ અને એ દિવસે સૂર્યાસ્ત પછી એ પણ ભૂખી સૂઈ ગઈ. 
 
આવતા  સુધી  હનુમાનજીને ભોગ લગાડ્યા વગર ભોજન કરીશ  નહી એવું પ્રણ લીધું.  અને છ દિવસ સુધી અંજલી ભૂખી-પ્યાસી રહી. સાતમા દિવસે મંગળવારે અંજલીએ હનુમાનજીની પૂજા કરી, પણ ભૂખી તરસી અંજલી બેહોશ થઈ ગઈ. 


આ પણ વાંચો :