ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (10:51 IST)

Devshayani Ekadashi 2021: આજે દેવશયની એકાદશી, જાણો તારીખ, મુહુર્ત અને તેનુ ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં, અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનુ વ્રત  કરવામાં આવે છે. તેને અષાઢી અગિયારસ કે હરિશયની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.  શાસ્ત્રો અનુસાર શ્રી નારાયણે  એકાદશીનું મહત્વ બતાવતા કહ્યું છે કે ભગવાનમાં શ્રી કૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ અને  વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે, ઉપવાસોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે. તો ચાલો જાણીએ દેવપોઢી એકાદશી ક્યારે છે અને તેનો સમય શું છે.
 
દેવશયની એકાદશીનું મુહૂર્ત -- આ વર્ષે અષાઢ શુક્લની એકાદશી 20 જુલાઈ 2021 ના રોજ છે. તેથી દેવશયની એકાદશીનું વ્રત 20 જુલાઇના રોજ રાખવામાં આવશે. 
 
દેવશયની એકાદશીનું મુહૂર્ત - 
 
એકાદશી તિથિ પ્રારંભ - 19 જૂન, સાંજે 07:49 વાગ્યાથી
એકાદશી તિથિ સમાપ્ત - 20 જુલાઈ સાંજે 05:30 વાગે  
 
દેવશયની એકાદશી વ્રત વિધિ 
 
- દેવશયની એકાદશી ના દિવસે સવારે જલ્દી ઉઠો. નિત્યકાર્યથી પરવારીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો. 
- ભગવાન વિષ્ણુનું પ્રતિમાને ગંગા જળથી સ્નાન કરાવો. 
- હવે દિવો પ્રગટાવીને તેમનુ સ્મરણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજામાં તેમની સ્તુતિ કરો. 
- સાંજે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રગટાવીને તેમની આરાઘના કરો 
- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. દ્વાદશીના સમયે શુદ્ધ થઈને વ્રતના પારણ મુહૂર્તમાં વ્રત ખોલો. 
- લોકો વચ્ચે પ્રસાદ વહેંચો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન-દક્ષીણા આપો. 
 
દેવપોઢી એકાદશીનુ ધાર્મિક મહત્વ 
 
- પૌરણિક માન્યતા મુજબ દેવશયની વ્રત વિધિપૂર્વક કરવાથે બધા પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. 
- મહાભારતના સમયે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે એકાદશી વ્રતનું મહત્વ બતા વ્યું હતું.
- જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. પૈસાની કમી રહેતી નથી.
- વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળના ઝાડની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે
- એક  જુલાઈથી ચતુર્માસ શરૂ થઈ જશે. અર્થાત ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી પાતાળ લોકમાં વાસ કરશે. 
- આ દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. માન્યતા મુજબ ભગવાન વિષ્ણુજીના શયન કરવાથી ભક્તોની મનોકામના પૂરી થતી નથી. 
 
 
દેવશયની એકાદશી વ્રતકથા \
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે.
 
દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજ એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે.

 
 
તો મિત્રો આ હતી દેવશયની એકાદશી વ્રતની માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.