શનિવારે ઘરે ન લાવવી જોઈએ આ 10 વસ્તુઓ... (See Video)

black seeds
Last Updated: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (11:12 IST)


વસ્તુઓ કે સાધનો માણસના જીવનને સરળ બનાવે છે. આમ તો કોઈપણ વસ્તુનો ઉપયોગ કે ખરીદવાનો સમય તેની જરૂરિયાત પર જ નિર્ભર કરે છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં પણ તેના કેટલાક નિયમ બતાવ્યા છે. આવો આજે આપણે જાણીએ કંઈ વસ્તુઓ એવી છે જે શનિવારે ઘરે ન લાવવી જોઈએ કે આ દિવસે ન ખરીદવી જોઈએ.

sandasi
- ભારતીય સમાજમાં આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી છે કે શનિવારે લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિ દેવ નારાજ થાય છે. આ દિવસે લોખંડથી બનેલી વસ્તુઓનુ દાનનું વિશેષ મહત્વ છે. લોખંડનો સામાન દાન કરવાથી શનિ દેવની કોપ દ્રષ્ટિ નિર્મળ થાય છે અને ખોટમાં ચાલી રહેલ વેપાર નફો આપવા માંડે છે. આ ઉપરાંત શનિ દેવ યંત્રોથી થનારી દુર્ઘટનાથી પણ બચાવે છે.


આ વસ્તુઓ લાવે છે રોગ -
આ દિવસે તેલ ખરીદવાથી બચવુ જોઈએ. જો કે તેલનુ દાન કરી શકાય છે. કાળા કૂતરાને સરસિયાના તેલથી બનેલો શીરો ખવડાવવાથી શનિની દશા ટળે છે.
જ્યોતિષ મુજબ શનિવારે સરસિયા કે કોઈપણ પદાર્થનું તેલ ખરીદવાથી તે રોગકારી બનાવે છે.salt
આ વસ્તુ ખરીદવાથી વધે છે કર્જ - મીઠુ આપણા ભોજનનો સૌથી મુખ્ય ભાગ છે. જો મીઠુ ખરીદવુ છે તો સારુ રહેશે કે તમે શનિવારને બદલે કોઈ બીજા દિવસે જ ખરીદો. શનિવારે મીઠુ ખરીદવાથી આ એ ઘરમાં કર્જ લાવે છે. સાથે જ રોગને પણ નિમંત્રણ આપે છે.કાતર લાવે છે સંબંધોમાં તણાવ - કાતર એવી વસ્તુ છે જે કપડા, કાગળ વગેરે કાપવામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જૂના સમયમાં જ કપડાના વેપારી ટેલર વગેરે શનિવારે નવી કાતર ખરીદતા નહોતા. આની પાછળ એ માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવેલ કાતર સંબંધોમાં તણાવ લાવે છે. તેથી જો તમે કાતર ખરીદવા માંગો છો તો કોઈ અન્ય દિવસે ખરીદો.

કાળા તલ બને છે અવરોધ - શિયાળામાં કાળા તલ શરીરને પુષ્ટ કરે છે. આ શિયાળામાં શરીરની ગરમીને કાયમ રાખે છે. પૂજનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. શનિ દેવની દશા ટાળવા માટે કાળા તલનુ દાન અને પીપળના વૃક્ષ પર પણ કાળા તલ ચઢાવવાનો નિયમ છે. પણ શનિવારે કાળા તલ ક્યારેય ન ખરીદશો. એવુ કહેવાય છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યોમાં અવરોધ આવે છે.

કાળા જૂતા લાવે છે નિષ્ફળતા -
શરીર માટે જેટલા જરૂરી વસ્ત્ર છે એટલા જ જરૂરી જૂતા પણ છે. ખાસ કરીને કાળા રંગના જૂતા પસંદ કરનારાઓની સંખ્યા પણ ખૂબ મોટી છે.
જો તમે કાળા રંગના શૂઝ કે ચંપલ ખરીદવા માંગો છો તો શનિવારે ન ખરીદશો. માન્યતા છે કે શનિવારે ખરીદેલા જૂતા પહેરવાથી પહેરનારને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.

match box
પરિવાર પર કષ્ટ - રસોઈ માટે ઈંધણ, માચિસ, કેરોસીન વગેરે જ્વલનશીલ પદાર્થો જરૂરી છે.
ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને દેવતા માનવામાં આવે છે અને ઈંધણની પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પણ શનિવારે ઈંધણ ખરીદવુ વર્જીત છે. એવુ કહેવાય છે કે શનિવારે ઘરમાં લાવેલ ઈંધણ પરિવારને નુકશાન પહોંચાડે છે.

broom
broom

સાવરણી લાવે છે દરિદ્રતા - ઝાડૂ (સાવરણ) ઘરના વિકારોને બહાર કરીને આપણુ ઘર સ્વચ્છ અને
નિર્મળ બનાવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનુ આગમન થાય છે. ઝાડૂ ખરીદવા માટે યોગ્ય માનવામાં આવતો નથી. શનિવારે ઝાડૂ ઘરે લાવવાથી દરિદ્રતાનુ આગમન થાય છે.aata chakki
અનાજ દળવાની ઘંટી - આ જ રીતે અનાજ દળવાની ઘંટી પણ શનિવારે ન ખરીદવી જોઈએ. એવુ કહેવાય છે કે આ પરિવારમાં તણાવ લાવે છે અને તેના લોટમાંથી બનેલ ભોજન રોગકારી હોય છે.


ink pot
સ્યાહી અપાવે છે અપયશ - વિદ્યા મનુષ્યને યશ અને પ્રસિદ્ધિ અપાવે છે અને અભિવ્યક્ત કરવાનું સૌથી મોટુ માધ્યમ છે કલમ. કલમની ઉર્જા છે.
સ્યાહી. કાગળ, કલમ અને શાહી વગેરે ખરીદવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ ગુરૂવાર છે. શનિવારે શાહી ન ખરીદો. આ મનુષ્યને અપયશનો ભાગીદાર બનાવે છે.

આ પણ વાંચો :