સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Guruwar Na Upay: પૈસાની તંગીથી છો પરેશાન તો ગુરૂવારે જરૂર કરો આ ઉપાય, ખુલી જશે સમૃદ્ધિના દ્વાર

aarti
Guruwar Na Upay: ગુરૂવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન બૃહસ્પતિને સમર્પિત હોય છે. આ દિવસ ભગવાન બૃહસ્પતિનુ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. બૃહસ્પતિને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે.  સાથે જ આ દેવતાઓના પણ ગુરૂ કહેવાય છે.  ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી જ પ્રસન્ન થાય છે.  સાથે જ બૃહસ્પતિદેવની કૃપાથી જાતકના બધા કાર્ય સુગમ થઈ જાય છે. 

ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરવાથી લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. તેની સાથે જ ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષણ અને અપાર ધનની પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે. જો તમે પણ સુખી ગૃહસ્થ જીવન, નોકરી, સંપત્તિ અને ઉચ્ચ શિક્ષણ ઈચ્છતા હોવ તો તમારે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. કેટલાક પગલાં પણ લેવા જોઈએ. આવો જાણીએ ગુરુવારે કરવા માટેના કેટલાક સરળ ઉપાય...
ગુરૂવારના દિવસે કરો આ કામ 
 
- આ દિવસે વધુ ને વધુ પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો. આ સિવાય જો તમે વ્રત રાખો છો તો પીળા ફળો ખાઓ.
- ગુરુવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન કર્યા પછી 'ઓમ બૃહસ્પતે નમઃ' નો જાપ કરવાથી ધન અને સંપત્તિમાં પ્રગતિ થાય છે.
- ગુરુવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સંપત્તિ અને વૈભવના પ્રતિક છે. આ દિવસે ગુરુવારની વ્રત કથા પણ વાંચો. આના કારણે લગ્નજીવન સુખી બને છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- ગુરુવારે ગાયને લોટની લોઈમાં ચણાની દાળ, ગોળ અને હળદર નાખીને ખવડાવો. આ સિવાય નહાતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાખો. તેમજ આ દિવસે ગરીબોને તેમની ક્ષમતા અનુસાર ચણાની દાળ, કેળા, પીળા કપડા વગેરેનું દાન કરો.
- ગુરુવારે ન તો ઉધાર આપવુ જોઈએ અને ના તો ઉધાર લેવુ જોઈએ. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
- ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે, દર ગુરુવારની પૂજા પછી તમારા કાંડા અથવા ગરદન પર હળદરની નાની પેસ્ટ લગાવો. આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બનશે. તેની સાથે જ વ્યક્તિને દરેક કાર્યક્ષેત્રમાં ધન અને લાભ મળે છે.