શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (00:52 IST)

રોજ સવારે સ્નાન કરતા પહેલા 5 વાર બોલો 1 મંત્ર, શરીર રહેશે હેલ્ધી અને દૂર થશે દુર્ભાગ્ય

હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ મનુષ્યનુ સ હરીર પંચ તત્વો (વાયુ, અગ્નિ પૃથ્વી જળ અને આકાશ)થી બન્યુ છે. આ બધામાં જળને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે જળ વગર જીવન શક્ય નથી. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં કરવામાં આવનારી પૂજા-પાઠ  વગેરેમાં પણ લોટામાં જળ જરૂર મુકવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જળના સ્વામી વરુણદેવ છે. ભગવાન શ્રીગણેશને પણ જળના દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષ મુજબ પાણી સાથે જોડાયેલ જ્યોતિષિય ઉપાય કરવામાં આવે તો ગ્રહદોષથી મુક્તિ મળી શકે છે. 
 
 
1. રોજ સવારે સ્નાન પહેલા નીચે લખેલ મંત્રને 5 વાર બોલો અને ત્યારબાદ જ સ્નાન કરો. આ ઉપાયથી શરીર નિરોગી રહે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. 
 
મંત્ર - ૐ હ્રોં વરુણ દેવતાય નમ:
 
2. શનિ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે તાંબાના લોટામાં પાણી લઈને તેમા થોડા ટીપા સરસવના તેલના અને થોડા ભૂરા ફુલ મિક્સ કરી લો. હવે પીપળના ઝાડ પર તે પાણી ચઢાવી દો. આ ઉપાયથી પણ શનિનો દોષ દૂર થઈ શકે છે અને તમારા જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. 
3. જો તમે માંગલિક છો તો એક લોટામાં પાણી લઈને તેમા ચંદન, તુલસી, દૂધ અને મધ મિક્સ કરીને કોઈ ફળદાર ઝાડ પર ચઢાવો. આવુ કરવાથી માંગલિક દોષમાં કમી આવે છે.
4. શિવલિંગ પર ચઢાવેલ જળને તમારા શરીર પર છાંટવાથી રાહુ-કેતુ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. 
 
5. રોજ સવારે ભગવાન સૂર્યને જળ ચઢાવવાથી ચેહરાનુ તેજ અને આત્મવિશ્વાસ વધવા સાથે જ સફળતા પણ મળવા માંડે છે.