રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 22 જૂન 2023 (13:42 IST)

Gauri Vrat 2023 Date, Time: ગૌરીવ્રત (ગોરો) કરવાના લાભ, મહત્વ શુભ તિથિ અને મુહુર્ત

Gauri Vrat 2023: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે. 

ગૌરી વ્રત 2023 તારીખ (પ્રારંભ) - ગુરુવાર, 29 જૂન, 2023
ગૌરી વ્રત 2023 તારીખ (સમાપ્તિ) - સોમવાર, 03 જુલાઈ, 2023
જયા પાર્વતી વ્રત 2023 તારીખ - શનિવાર, 1 જુલાઈ, 2023
 
1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. 
 
ગૌરીવ્રત મોળાકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. 
 
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે.
 
ગૌરીવ્રતનુ મહત્વ 
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. તેને ભારતના અનેક ભાગમાં મોરકત વ્રત પણ કહે છે.  કારણ કે આ તહેવારમાં મીઠુ નથી ખાવામાં આવતુ અને 5 દિવસ મોઢુ મોળુ રાખવુ પડે છે.  આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે. જ્યારે કે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે. બીજના દિવસે સમાપ્ત થાય છે. યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. 
 
હિન્દુ કેલેંડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે. અષાઢ એકાદશી (દેવ શયની એકાદશી)થી ગુરૂ પૂર્ણિમા (જેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે) સુધી આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપતી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચકના રૂપમાં ઉજવાય છે.