સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (08:14 IST)

મૌની અમાસ : મૌની અમાસ કેમ રાખવુ જોઈએ મૌન, શુ કરશો દાન, મંત્ર અને ઉપાય

દુ:ખ દારિદ્રય અને બધાને સફળતા અપાવનારી મૌની અમાસ આ વખતે 4 ફેબ્રુઆરી, સોમવારે આવી રહી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં માઘ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગનો શુભારંભ થયો હતો. 
કેમ રાખવુ જોઈએ મૌન
મૌની અમાસના દિવસે મૌન ધારણ કરવાનું પણ પ્રચલન સનાતનથી ચાલી આવી રહ્યુ છે. આ કાળ, એક દિવસ, એક માસ, એક વર્ષ કે આજીવન પણ હોઈ શકે છે. જ્યોતિષિયો મુજબ આ દિવસે મૌન ધારણ કરવાથી વિશેષ ઉર્જાની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસ : મૌની અમાસ કેમ રાખવુ જોઈએ મૌન, શુ કરશો દાન, મંત્ર અને ઉપાય 
 
શુ દાન આપવુ જોઈએ - મૌની અમાસના દિવસે તેલ, તલ, સુકા લાકડા, ગરમ વસ્ત્ર, કાળા કપડા, જોડાં દાન કરવાનુ વિશેષ મહત્વ છે. બીજી બાજુ જે જાતકોની કુંડળીમાં ચંદ્રમાં નીચનો છે, તેણે દૂધ, ચોખા, ખીર, ખાંડ, મિશ્રી, બતાશા દાન કરવાથી વિશેષ ફળની પ્રાપતિ થશે. 
 
શાસ્ત્રોમાં એવુ વર્ણન છે કે આ દિવસે નર્મદા, ગંગા, સિંઘુ, કાવેરી સહિત અન્ય પવિત્ર નદીયોમાં સ્નાન, દાન, જપ, અનુષ્ઠાન કરવાથી અનેક દોષોનુ નિવારણ થાય છે. આ દિવસે બ્રહ્મદેવ અને ગાયત્રીનુ પણ વિશેષ પૂજન ફળદાયી હોય છે. 
 
આ દિવસે મૌન વ્રત ધારણ કરીને નીચે બતાવેલ મંત્રોનો જાપ જપવાથી વિશેષ લાભ થાય છે.
 
* ।।अयोध्या, मथुरा, माया, काशी कांचीर् अवन्तिका, पुरी, द्वारावतीश्चैव: सप्तैता मोक्षदायिका।।
* ।।गंगे च यमुनेश्चैव गोदावरी, सरस्वती, नर्मदा, सिंधु, कावेरी जलेस्मिनेसंनिधि कुरू।।