શનિ અમાવસ્યા... પીપળની પૂજા કરી કરો શનિદોષને દૂર

Last Updated: શનિવાર, 5 જાન્યુઆરી 2019 (09:36 IST)
પીપળની પૂજા કરો .. 
શનિવારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરો. ભાગવત મુજબ પીપળો ભગવાન શ્રીકૃષ્ણનુ જ રૂપ છે. શનિ દોષોની મુક્તિ માટે પીપળાની પૂજા આ રીતે કરો... 
 
ન્હાયા પછી સાફ અને સફેદ કપડા પહેરો. પીપળાની જડમાં કેસર ચંદન, ચોખા, ફૂલ ભેળવેલ પવિત્ર જળ અર્પિત કરો. તલના તેલનો દિવો લગાવો. અહી લખેલ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર: આયુ: પ્રજાં ધનં ધાન્યં સૌભાગ્યં સર્વસમ્પદમ 
દેહિ દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગત: 
વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વસંભવાય વિશ્વપતયે ગોવિન્દાય નમો નમ: 


આ પણ વાંચો :