શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 9 મે 2022 (09:21 IST)

શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ભૂલથી પણ ન કરશો આ કામ

hindu dharm
હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનુ સૌથી વધુ મહત્વ બતાવાયુ છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. તેથી આ દિવસે લોકો ભગવાન શંકરની પૂજા સાથે વ્રત વગેરે પણ કરે છે. ખાસ કરીને આ દિવસે દંપતિ જો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તો તેમનુ વૈવાહિક જીવન સુખમય થઈ જાય છે.  વૈવાહિક જીવન ઉપરાંત પણ સોમવારનુ વ્રત પણ દરેક વ્યક્તિ માટે લાભકારી હોય છે.