ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (07:13 IST)

NAAG PANCHAMI એ નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા 
 
ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની 
બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે.હૃદય અને મનમાં કેટલાક માણસોમાં 
 
ઝેર ભર્યુ હોય છે.જો કે આવો સ્વભાવ આખરે નુકશાન કારક નિવડે જ છે. આજના માણસ વગર છંછેડે ફુંફાડા મારે છે. નાગની ખાસીયત છે કે તે પોતાના ભાઈ ભાંડુને ડંખ મારતો નથી જ્યારે આજનો માણસ?
 
ભગવાન કૃષ્ણે કાળીનાગનું દમન કર્યુ. તેમણે નાગની ઝેરી વૃત્તીઓનું જ દમન કર્યુ છે. તેને મોક્ષ આપ્યો છે.ભગવાન કૃષ્ણે લખ્યું છે કે નાગોમાં હું ‘વાસુકી નાગ’ છું. કાળીનાગ વૃદાવનમાં લોકોને ત્રાસ આપતો હતો 
આજે માણસો જે ત્રાસવાદી છે તે ત્રાસ આપી રહ્યા છે તેને નાથવાની જરૂર છે.
 
નાગ પંચમી કથાઓ 
નાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. સમુદ્ર મંથનમાં નાગ કેવો ઉપયોગી નીવડ્યો. દેવો ઉપર ઉપકાર કેવો કર્યો? તો ઉપકાર કરનાર પૂજાયજ ને? 
ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં નાગ રાખે છે. ભગવાન ભોળેનાથે જગતનું ઝેર કંઠમાં રાખી કેવો ઉપદેશ આપ્યો છે
નાગપંચમીના દિવસે શુ કરશો ?
જે જગતના ઝેર પી શકે તે જ શંકર થઈ શકેને? ભગવાન વિષ્ણુ પણ પાતાળમાં શેષ શૈયા ઉપર બિરાજ્યા છે.નાગનું મહત્વ દેવતાઓએ વધાર્યુ છે. એવી માન્યતા છે કે નાગ પાંચમ કરવાથી રાત્રે ખરાબ સ્વપના 
આવતા નથી. નાગ દેવતા રક્ષણ કરે છે ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ તેમના ઉપર પ્રસન્ન રહે છે. અમદાવાદના શાહીબાગ ડફનાળામાં આવેલા ભેખળધારી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ ગોગા મહારાજ મંદિરના મહંત ઈશ્વરભાઈ દેસાઈએ નાગ દેવતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાનું કોઈ ખેતર એવું નહી હોય કે જ્યાં નાગ દાદાની ડેરી ના હોય. ગામડાઓમાં નાગ 
દેવતાને ખેતીયાદાદા તરીકે ઓળખવામાં આવે છે. નાગનું પૂજન કરવાથી નાગ કરડતો નથી આખા ઘરનું રક્ષણ કરે છે.કોઈ સારા કામે જતા હોઈએ અને નાગ સામે દેખાય તો તેને શુભ શકન માનવામાં આવે છે.
 
નાગ પંચમીએ નાગને ચોખ્ખા ઘીનો દીવો શા માટે?
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો મી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં 
નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ તથા કેરાલા એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે.