સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (08:29 IST)

Hanuman Ji: શ્રાવણના મંગળવારે હનુમાનજીની પૂજા દૂર કરશે સંકટ, આ મંત્રોથી હનુમાનજીને કરો પ્રસન્ન

Shree Hanuman Ji: હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ ઉત્તમ સંયોગ બની રહ્યો છે. પંચાગ મુજબ 10 ઓગસ્ટ 2021, મંગળવારે શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે. આ દિવસે ચંદ્રમાં સિંહ રાશિ અને નક્ષત્ર મઘા રહેશે. 
 
પૌરાણિક કથા અનુસાર, હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ મંગળવારે થયો હતો. તેથી જ મંગળવાર હનુમાનજીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.
 
શ્રાવણમાં હનુમાન પૂજાનું મહત્વ
 
શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂજા અને અભિષેક કરવાથી ભોલેનાથ બહુ જલ્દી પ્રસન્ન થાય છે.
 
હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે
 
હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાન જી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
હનુમાનજીની પૂજા અને ઉપવાસમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હનુમાનજીની પૂજામાં કેટલાક નિયમો અને શિસ્તનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મંગળવારે ગુસ્સો અને અહંકાર ન કરવો જોઈએ. આ દિવસે ખોટા કાર્યો ન કરવા જોઈએ. માંસ અને દારૂનું સેવન ભૂલથી પણ કરશો નહીં. મંગળવારે હનુમાન ચાલીસા સાથે આ મંત્રોનો પણ જાપ કરવો જોઈએ-
 
ૐ હં હનુમન્તે નમ
ૐ હં હનુમતે રુદ્રાત્મકાયં હું ફટ્ 
ૐ હં પવનનંદાય સ્વાહા 
ૐ નમો હરિ મર્કટાય સ્વાહા 
ૐ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા