સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (10:44 IST)

Nag Panchami 2022 Shubh Muhurt: નાગ પંચમીની પૂજા માટે અઢી કલાકનો શુભ મુહુર્ત

naag panchmi
શ્રાવણ મહીનાના ખાસ મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક નાગ પંચમી મંગળવારે બે ઓગસ્ટને ઉજવાશે. નાગ પંચમીના તહેવારને લઈને બધા શિવાલય સજીને તૈયાર છે. નાગપંચમી પર મહાદેવની સાથે-સાથે વાસુકી નાગની પૂજા હશે. નાગ દેવતાને દૂધ અને લાવા અર્પિત કરાય છે. નાગ પંચમીમાં ખાસ કરીને કાળસર્પ દોષ દૂર કરવા માટે લોકો શ્રાવણમાં નાગ દેવતાની પૂજા કરે છે. તેને લઈને શહરના ઘણા મંદિરોમાં રૂદ્રાભિષેકનો પણ આયોજન કરાશે. 
 
પૂજા માટે અઢી કલાકનો શુભ મુહુર્ત- ખંડેશ્વરી મંદિરના પુજારી જણાવે છે કે નાગ પંચમી શ્રાવણ મહીનાની શુકલ પક્ષની પંચમી તિથિને ઉજવાશે. આ વર્ષ આ પંચમી તિથિ બે ઓગસ્ટ સવારે 5.14 મિનિટથી પ્રવેશ કરી રહ્યો છે. જે આવતા દિવસ ત્રણ ઓગસ્ટને સવારે 6.05થી લઈને 8.41 મિનિટ સુધી રહેશે. વાસુકી નાગ મહાદેવની ગળાની શોભા વધારે છે. આ કારણે મહાદેવની સાથે-સાથે નાગ દેવતા વાસુકીની પણ પૂજા કરાય છે. નાગ પંચમીને લઈને ઘણા પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે.